Not Set/ અરવલ્લી/ ભક્તિ સાથે દેશ ભક્તિના રંગનો અનોખો સંયોગ

મોડાસા સાઈ મંદિર ખાતે તિરંગાના વસ્ત્રના વાઘા દેશભક્તિના રંગમાં ભક્તો સાથે ભગવાનના દર્શન મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન વિવિધતામાં એકતા માટે જાણીતા આપણા દેશમાં કોઈ પણ તહેવાર હોય ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. પછી તે ધાર્મિક હોય કે, રાજકીય. મોડાસા ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. અહીં સાંઈ બાબાની ભક્તિની […]

Gujarat Others
sai baba અરવલ્લી/ ભક્તિ સાથે દેશ ભક્તિના રંગનો અનોખો સંયોગ
  • મોડાસા સાઈ મંદિર ખાતે તિરંગાના વસ્ત્રના વાઘા
  • દેશભક્તિના રંગમાં ભક્તો સાથે ભગવાનના દર્શન
  • મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન

વિવિધતામાં એકતા માટે જાણીતા આપણા દેશમાં કોઈ પણ તહેવાર હોય ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. પછી તે ધાર્મિક હોય કે, રાજકીય. મોડાસા ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. અહીં સાંઈ બાબાની ભક્તિની સાથે દેશભક્તિ પણ જોવા મળી હતી.

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરે બિરાજતા સાંઈ બાબાને ત્રિરંગાના વાઘા પહેરાવાતા મંદિર પરિસરમાં ગણતંત્ર દિવસનો રંગ છવાયો હતો. ત્રિરંગા સ્વરૂપે સાંઈબાબાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંઈ ભક્ત મંદિરના પૂજારી અને મિત્ર મંડળ દ્વારા અનોખા વાઘા સાથે મંદિર પરિસર સજાવતા “આસ્થા સાથે દેશભક્તિ” નો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિરંગા વાઘા ધારણ  કરેલા સાંઈ બાબાના દર્શનનો લાભ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.