Not Set/ અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી,ભારત-પાકિસ્તાન સરહદના જોખમી વિસ્તારમાં ન જવા સલાહ..

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત અને પાકિસ્તાનની સરહદ નજીકના જોખમી વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે

Top Stories India
1 83 અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી,ભારત-પાકિસ્તાન સરહદના જોખમી વિસ્તારમાં ન જવા સલાહ..

અમેરિકાએ ભારતમાં પ્રવાસ કરતા અમેરિકી નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત અને પાકિસ્તાનની સરહદ નજીકના જોખમી વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. કેન્દ્રશાસિત પ્રદેશ (પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર અને તેની રાજધાની લેહ સિવાય)ની મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન સરહદના 10 કિલોમીટરની અંદર બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે, તેથી આ વિસ્તારોમાં જવાનું ટાળો. એવું કહેવામાં આવ્યું છે કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે.

માઓવાદી ઉગ્રવાદી જૂથો અથવા નક્સલવાદીઓ ભારતના મોટા ભાગમાં પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી પશ્ચિમ બંગાળ સુધી, ખાસ કરીને છત્તીસગઢ અને ઝારખંડના ગ્રામીણ ભાગો અને તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની સરહદો સાથે સક્રિય છે. નક્સલવાદીઓએ સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળો અને સરકારી અધિકારીઓ પર વારંવાર આતંકવાદી હુમલા કર્યા છે. આ ખતરનાક સ્થળોએ જવા માટે નાગરિકોએ યુએસ કોન્સ્યુલેટ પાસેથી વિશેષ પરવાનગી મેળવવી પડશે.