Not Set/ કોરોનાના કેસામાં ઘટાડો થતાં ઉત્તરપ્રદેશમાં આ તારીખથી શાળાઓ ખુલશે

ઉત્તર પ્રદેશની કેટલીક શાળાઓ કડક કોવિડ પ્રોટોકોલ અને મર્યાદિત હાજરી સાથે 9  થી 12 ના વિદ્યાર્થીઓ માટે સોમવારે ફરી ખોલવામાં આવી છે

Top Stories India
school 1 કોરોનાના કેસામાં ઘટાડો થતાં ઉત્તરપ્રદેશમાં આ તારીખથી શાળાઓ ખુલશે

કોરોના મહામારીના ચેપના કેસોમાં ઘટાડાને કારણે ઉત્તરપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બાળકો માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક ચેપી રોગચાળો કોવિડ -19 ને કારણે અમલમાં મુકવામાં આવેલા લોકડાઉન પ્રતિબંધોને હળવા કરીને સરકારે આ પગલું ભર્યું છે.

ઉત્તરપ્રદેશ સરકાર બુધવારે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાથી એક થી આઠ ધોરણ સુધીના વર્ગો ખોલવાનો મહત્વનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત ધોરણ 6 અને આઠ સુધીની શાળા 23 ઓગસ્ટે ખુલી જશે અને એકથી પાંચની શાળાઓ એક સપ્ટેમ્બરે ખુલશે, રાજય સરકારે કોવિડના કેસોમં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની કેટલીક શાળાઓ કડક કોવિડ પ્રોટોકોલ અને મર્યાદિત હાજરી સાથે 9  થી 12 ના વિદ્યાર્થીઓ માટે સોમવારે ફરી ખોલવામાં આવી છે એ પણ  50 ટકા હાજરી સાથે આંતર વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ હવે કંટ્રોલમાં હોવાથી તમામ રાજ્યો ધીરે ધીરે ફરીથી શાળાઓ ખોલી રહ્યા છે. હાલ કોરોનાના કેસો તેની સૈાથી તળીયે જોવા મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે કોવિડના કેસો ધ્યાનમાં લઇે આ નિર્ણય લીધો છ.