Not Set/ પશ્વિમ બંગાળની આ એકટ્રેસે ભાજપ છોડી દીધી,BJPએ કહ્યું કોઇ ફરક પડતો નથી

પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું, ‘મને ખબર નથી કે ચૂંટણી પછી તે પાર્ટી સાથે હતી કે નહીં. પાર્ટી પર તેની કોઈ અસર નહીં થાય.

India
222222222222222222222222222222222222 પશ્વિમ બંગાળની આ એકટ્રેસે ભાજપ છોડી દીધી,BJPએ કહ્યું કોઇ ફરક પડતો નથી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયેલી અભિનેત્રી શ્રબંતી ચેટર્જીએ ગુરુવારે પાર્ટી છોડી દીધી છે. તેણીએ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર પાર્થ ચેટર્જી સામે ચૂંટણી લડી હતી, જેમાં તેણીને હારનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ “ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ માટે કામ કરવામાં ગંભીર નથી” એમ કહીને રાજીનામું આપવાની જાહેરાત કરી.34 વર્ષીય ચેટર્જી જોરશોરથી પ્રચાર કરવા છતાં મમતા બેનર્જીને રાજ્યમાં સત્તા પરથી હટાવવામાં નિષ્ફળ ગયા ત્યારથી ભાજપથી દૂર રહ્યા હતા. ચેટર્જીએ ટ્વીટ કર્યું, ‘હું જે પાર્ટીની ટિકિટ પર છેલ્લી ચૂંટણી લડી હતી તેની સાથે હું મારું જોડાણ તોડી રહી છું. પશ્ચિમ બંગાળના મુદ્દાને આગળ વધારવામાં પક્ષની પહેલ અને ગંભીરતાનો અભાવ મારા નિર્ણયનું કારણ છે.

જ્યારે ભાજપના પશ્ચિમ બંગાળ એકમે અભિનેત્રીના પક્ષ છોડવાના નિર્ણયને વધુ મહત્વ આપ્યું ન હતું, તૃણમૂલે કહ્યું હતું કે જો તે પાર્ટીમાં જોડાવા માંગે છે તો તેના પર વિચારણા કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું, ‘મને ખબર નથી કે ચૂંટણી પછી તે પાર્ટી સાથે હતી કે નહીં. પાર્ટી પર તેની કોઈ અસર નહીં થાય.

મજુમદારના નિવેદનને પુનરોચ્ચાર કરતા ભાજપના નેતા તથાગત રોયે કહ્યું કે તે સારું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર માટે રોય પાર્ટીના ટોચના નેતૃત્વ પર નિશાન સાધી રહ્યા છે. રોયે એવા લોકોને સામેલ કરવાની ટીકા કરી હતી જેમનો પક્ષમાં કોઈ રાજકીય આધાર નથી અને ખાસ કરીને મનોરંજનની દુનિયામાંથી આવે છે. તેમણે પાર્ટીના વિશ્વસનીય કાર્યકરોની અવગણનાની પણ નિંદા કરી. મેઘાલય અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલે કહ્યું, ‘આ સારી વાત છે કે અમને મુક્તિ મળી. મને યાદ નથી કે તેમણે પાર્ટીમાં કોઈ યોગદાન આપ્યું હોય.