Politics/ મમતા દીદીએ PM મોદી સાથે કરી ડીલ, કોંગ્રેસ વિરૂધ બોલીને કર્યા ખુશ : અધિર રંજન ચૌધરી

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું મમતા બેનર્જીની PM મોદી સાથે ડીલ થઇ છે. તેઓ PM ના ઈશારાઓ પર જ કામ કરી રહ્યા છે. કોંગ્રેસની ટીકા કરી મમતા બેનર્જીએ PM ને ખુશ કરી દીધા છે.

India
કોંગ્રેસ

રાહુલ ગાંધીને પીએમ મોદીની ટીઆરપી ગણાવતા મમતા બેનર્જીના નિવેદન પર કોંગ્રેસ ભડકી ગઈ છે. મમતા બેનર્જીએ  રવિવારે પાર્ટીના કાર્યકરોને  ભાષણ આપતા કહ્યું હતું  આ ભાજપ જ છે રાહુલ ગાંધીને હાઇલાઇટ કરે છે. તેમણે કહ્યું હતું જે રાહુલ ગાંધી જ્યાં સુધી વિપક્ષના નેતા તરીકે  રહેશે ત્યાં સુધી PM સાથે લડવું કઠિન છે. તેમના  નિવેદન પર  કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું મમતા બેનર્જી PM ના ઈશારાઓ પરજ કામ કરી રહ્યા છે.

એએનઆઈ સાથે વાત કરતા અધિર રંજન ચૌધરીએ કહ્યું મમતા બેનર્જી પોતાને ઇડી અને સીબીઆઈની રેડથી બચાવવા માંગે છે. એટલે તેઓ કોંગ્રેસ વિરુધ્ધ બોલી રહ્યા છે. આ વાતથી PM ખુશ થશે.

આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું ભાજપ સંસદમાં વિક્ષેપ પાડે છે તેઓ અત્યારે મુદ્દાઓ પરથી ભટકાવવા માંગે છે.એટલા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હીરો વાળી ઇમેજ રજૂ કરે છે. તેમના બ્રિટનમાં દીધેલા ભાસણને મુદ્દો બનાવી રહી છે, ભાજપ બધાનું ધ્યાન રાહુલ ગાંધી પર કેન્દ્રિત કરવા માંગે છે. જેથી કોઈ પણ PM મોદી પર સવાલના ઉઠાવી શકે.  મમતા બેનર્જીએ  એમ પણ કહ્યું  કે ભાજપા ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી કોઈ પણ PM મોદી પર સવાલ ના ઉઠાવી શકે   મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે  ભાજપા ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી જરૂરી મુદ્દાઓના જવાબ આપવાથી બચી શકે.  આજ હેતુથી  રાહુલ ગાંધીના નામ પર સંસદમાં અવરોધ ઉભો કરી રહી છે .

અધિરનો દાવો – ટીએમસી અને BJP ના 2000 વર્કર કોંગ્રેસમાં સામેલ

આ દરમિયાન અધિર રંજન ચૌધરીએ વધુ એક દાવો કર્યો.તેમને કહ્યું કે મુર્શિદાબાદ અને માલદા જિલ્લાઓમાં લગભગ 2000 વધુ ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા છે. આ જ વર્ષે મે કે જૂનમાં પંચાયતની ચૂંટણી થઇ શકે છે. આપને જણાવી દઈએ કે 2018ની બંગાળની ચૂંટણીમાં હિંસાનું એક લાબું ચક્ર ચાલ્યું હતું.જેમાં લગભગ 12 રાજનેતિક કાર્યકર્તાઓના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો:કોંગ્રેસનું ટ્વિટ,’સાવરકર સમજે કયા,રાહુલ ગાંધી નામ હૈ,કેન્દ્રિયમંત્રી કિરણ રિજ્જુએ કર્યો પલટવાર

આ પણ વાંચો:મમતા બેનર્જીએ આપ્યું મોટું નિવેદન, ‘વિપક્ષનો ચહેરો રાહુલ ગાંધી બનશે તો PM મોદી માટે TRP જેવા’

આ પણ વાંચો:યૌન ઉત્પીડન કેસ: રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો જવાબ, કહ્યું- 8-10 દિવસમાં વિગતો આપીશ

આ પણ વાંચો:ભારતમાં 129 દિવસ પછી એક જ દિવસમાં કોરોનાના એક હજાર કેસ નોંધાયા

આ પણ વાંચો:અમૃતપાલના સહયોગીઓ પાસેથી પંજાબ પોલીસને મોટાપાયા પર દારૂગોળો મળ્યો