Not Set/ મુંબઈ સ્થિત BPCLના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ઘટનામાં ૨૧ લોકો થયા ઘાયલ

મુંબઈ, દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આવેલા BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)ના પ્લાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. #UPDATE: 21 people injured including 1 in critical condition, in fire that broke out at Hydro Cracker plant of BPCL (Bharat Petroleum Corporation Limited) refinery, in Chembur. #Maharashtra https://t.co/iBHcBVBJwR— ANI (@ANI) August 8, 2018 […]

Top Stories India Trending
FIRE મુંબઈ સ્થિત BPCLના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ઘટનામાં ૨૧ લોકો થયા ઘાયલ

મુંબઈ,

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આવેલા BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)ના પ્લાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં ૨૧ લોકોના ઘાયલ થયા છે અને એમાં ૧ની હાલત નાજુક હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી બાજુ ફાયરબ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ચુકી છે. આ ઉપરાંત ૨ ફોમ ટેન્ડર અને ૨ જમ્બો ટેન્કર પણ ત્યાં પહોચી ચુક્યા છે.

આ દરમિયાન ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે તેમજ પ્લાન્ટમાં ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, બુધવારે BPCL પ્લાન્ટના હાઈડ્રો ક્રેકર પ્લાન્ટમાં જોરદાર ધમાકો થયો હતો, અને આ ધમાકાનો અવાજ બે-ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.