હિન્દુ-મુસ્લિમ/ આમને સામને મંદિર અને દરગાહ…. રોજ થાય છે આવું કંઈક

50 મીટરના અંતરે બે મંદિર અને એક દરગાહ અહીં જોવા મળી રહી છે અને ભાઈચારાની ભાવનાઓ પણ અહીં જોવા મળી રહી છે.

Trending Videos
અમરેલી

અમરેલી જિલ્લાના છેવાડાના ગામ વડિયામાં હિન્દુ મુસ્લિમ એકતા પ્રેરણારૂપ છે. એક તરફ દેશ અને દુનિયામાં હિન્દુ મુસ્લિમ એક બીજાના દુશ્મન બનીને બેઠા છે, એક બીજાને પાડવા તૈયાર હોય છે ત્યારે વડિયામાં આમને સામને મંદિર અને દરગાહ પર હિન્દુ મુસ્લિમ બિરાદરો રહે છે. ભાઈચારાથી મંદિર કે દરગાહ પર ઉર્ષ અને કાર્યક્રમો સાથે મળીને ઉજવે છે. આમને સામને મંદિર અને દરગાહ પર આરતી અને અઝાન સાથે થાય છે. માઇક હોય કે સ્ટીરીઓ સાઉન્ડ હોય આજ દિવસ  સુધી કોઈ ઇસ્યુ કે પ્રોબ્લેમ નથી જોવા મળ્યો. દરગાહ પર ગુરુવાર અને શુક્રવારે હિન્દુઓની એટલી શ્રદ્ધા સાથે દર્શન માત્ર માટે ભીડ હોય છે. તો મુસ્લિમ બિરાદરો પણ શહેરમાં મંદિરના કાર્યક્રમોમાં સાથે રહીને મદદરુપ થાય છે. ત્યારે 50 મીટરના અંતરે બે મંદિર અને એક દરગાહ અહીં જોવા મળી રહી છે અને ભાઈચારાની ભાવનાઓ પણ અહીં જોવા મળી રહી છે.