Not Set/ મીઠાનું કેટલુ સેવન કરવું જોઇએ તેને લઇને WHO એ બહાર પાડી ગાઇડલાઇન

આજે કોરોનાનો કેર સૌથી વધારે છે. ત્યારે ખાવ-પીવામાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શું ખાવુ અને શું ન ખાવુ તેની યોગ્ય જાણકારી હોવી પણ જરૂરી છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે મીઠું કોઈપણ વસ્તુનો સ્વાદ બમણો કરે છે.

World
123 152 મીઠાનું કેટલુ સેવન કરવું જોઇએ તેને લઇને WHO એ બહાર પાડી ગાઇડલાઇન

આજે કોરોનાનો કેર સૌથી વધારે છે. ત્યારે ખાવ-પીવામાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શું ખાવુ અને શું ન ખાવુ તેની યોગ્ય જાણકારી હોવી પણ જરૂરી છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે મીઠું કોઈપણ વસ્તુનો સ્વાદ બમણો કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો છે કે જેઓ એક દિવસમાં કેટલું મીઠું ખાય છે તેનો હિસાબ રાખતા હોય. શું તમે જાણો છો કે જ્યારે તમે ખૂબ મીઠાનું સેવન કરો છો ત્યારે શું થાય છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં તાજેતરનાં અધ્યયનમાં આ વિશે જણાવ્યુ છે.

123 153 મીઠાનું કેટલુ સેવન કરવું જોઇએ તેને લઇને WHO એ બહાર પાડી ગાઇડલાઇન

New Vaccine / રશિયાએ સિંગલ ડોઝવાળી ‘સ્પુતનિક લાઇટ’ નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?

WHO નાં તાજેતરનાં અધ્યયનમાં જણાવાયું છે કે, દર વર્ષે 30 લાખ લોકો વધુ પ્રમાણમાં મીઠાનાં સેવનનાં કારણે પોતાનો જીવ ગુમાવે છે. જો તમે ઇચ્છો કે આ સંખ્યા ઓછી થાય અથવા તમે તેમાં શામેલ ન થાવ, તો વિશ્વ આરોગ્ય સંગઠને માત્ર 1 દિવસમાં નક્કી કરેલા મીઠાની માત્રા લો. એક દિવસમાં વ્યક્તિએ કેટલા ગ્રામ મીઠું ખાવું તે બતાવવાની સાથે 60 થી વધુ ફૂડ કેટેગરીમાં સોડિયમનાં સ્તર માટે સંસ્થાએ નવા ધોરણો તૈયાર કર્યા છે. એવું માનવામાં આવે છે કે જો લોકો ગંભીરતાથી તેનું પાલન કરે તો 2025 સુધી મીઠાનાં સેવનમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. મીઠું ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે. જ્યારે આપણે સોડિયમ લઈએ છીએ, ત્યારે શરીર હાઇડ્રેટેડ રહે છે, થાઇરોઇડ ફંક્શનિંગ પણ સારું રહે છે, લો બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી રહેતી અને સિસ્ટિક ફાઇબ્રોસિસનાં લક્ષણો નિયંત્રિત થાય છે. ડોક્ટર એમ પણ કહે છે કે યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ બીજી તરફ, જો તમે વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરો છો, ત્યારે હૃદયરોગની બીમારીઓનાં વધારા સાથે, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાઓ વધવા લાગે છે.

123 154 મીઠાનું કેટલુ સેવન કરવું જોઇએ તેને લઇને WHO એ બહાર પાડી ગાઇડલાઇન

મોટા સમાચાર / Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

WHO મુજબ, વ્યક્તિએ દિવસમાં માત્ર 5 ગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ. જ્યારે સંગઠનનું કહેવું છે કે, વ્યક્તિ દરરોજ બમણા પ્રમાણમાં મીઠાનું સેવન કરે છે. એટલે કે, મોટાભાગનાં લોકો એક દિવસમાં 9 થી 12 ગ્રામ મીઠું ખાતા હોય છે. ઉપરાંત, જેઓ પ્રોસેસ્ડ ફૂડનો વધુ વપરાશ કરે છે, તેઓએ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. WHO જણાવે છે કે 100 ગ્રામ બટાટા ચિપ્સનાં પેકેટમાં 500 મિલીગ્રામ સોડિયમ હોવું જોઈએ. જ્યારે પેસ્ટ્રી અને બ્રેડ ડીશમાં  120 એમજી સુધીનો સોડિયમ જથ્થો હોવો જોઈએ. પ્રોસેસ્ડ માંસ 30 mg સુધી સોડિયમ રાખવાનું સારું છે.

majboor str 5 મીઠાનું કેટલુ સેવન કરવું જોઇએ તેને લઇને WHO એ બહાર પાડી ગાઇડલાઇન