OMG!/ પત્નીને થયો અન્ય સાથે પ્રેમ, તો પતિએ કરાવી દીધા બન્નેનાં લગ્ન

એક ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય તેવી આજે એક શખ્સની સ્થિતિ જોવા મળી છે. જી હા, તમે ક્યારેક ફિલ્મમાં જોયું હશે કે પતિ તેની પત્નીને તેના પ્રેમીને મળવા એડીચોટીનું જોર લગાવે છે.

Ajab Gajab News
123 147 પત્નીને થયો અન્ય સાથે પ્રેમ, તો પતિએ કરાવી દીધા બન્નેનાં લગ્ન

એક ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય તેવી આજે એક શખ્સની સ્થિતિ જોવા મળી છે. જી હા, તમે ક્યારેક ફિલ્મમાં જોયું હશે કે પતિ તેની પત્નીને તેના પ્રેમીને મળવા એડીચોટીનું જોર લગાવે છે. આ સમય દરમિયાન, કુટુંબ અને સમાજની ટીકાઓ છતાં, પતિ તેની પ્રિય પત્નીનાં હોઠ પર સ્મિત જોવા કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. પરંતુ શું તે વાસ્તવિક જીવનમાં પણ શક્ય છે ખરુ, તે ખૂબ જ અસંભવિત છે. પરંતુ ભાગલપુરમાં આવો જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં એક શખ્સ પોતાની પત્નીને એટલો પ્રેમ કરે છે કે તેણે તેની ખુશી માટે એક રીતે પોતાના પ્રેમનો ભોગ આપ્યો છે.

123 148 પત્નીને થયો અન્ય સાથે પ્રેમ, તો પતિએ કરાવી દીધા બન્નેનાં લગ્ન

Interesting / લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

દેશ અને દુનિયામાં ઘણીવાર એવા કિસ્સા લોકોની સમક્ષ આવી જાય છે કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. કહેવાય છે કે, લગ્ન સમયે જે સાત ફેરા લેવામાં આવે છે તે સાત જન્મો સુધી ચાલે છે, પરંતુ આ કિસ્સામાં તે બિલકુલ બન્યું નથી. સાત ફેરાનો પવિત્ર સંબંધ સાત વર્ષ પણ ટકી શક્યો નહીં. મળતી માહિતી મુજબ, ખગડિયામાં રહેતી સપના કુમારીનાં લગ્ન લગભગ સાત વર્ષ પહેલા ભાગલપુરનાં સુલ્તાનગંજમાં રહેતા ઉત્તમ મંડલ સાથે થયા હતા. લગ્ન પછીના કેટલાક દિવસો પછી પતિ-પત્ની વચ્ચે ઘણો પ્રેમ થયો હતો. જો કે તેના પછી જે બન્યું તેણે આ સંબંધને બગાડી દીધો છે. પરિવારનાં જણાવ્યા અનુસાર, તેની પત્ની સપનાને ઉત્તમ મંડળનાં ઘરે આવેલા એક સંબંધી સાથે પ્રેમ થઇ ગયો હતો અને ત્યારબાદ આ મામલો પ્રેમ સંબંધમાં આગળ વધતો જ ગયો. જ્યારે તેના પતિ ઉત્તમને આની જાણ થઇ, ત્યારે તેણે આ સંબંધનો ઘણી વખત વિરોધ પણ કર્યો હતો, પરંતુ સપનાએ તેના પતિની એક વાત ન માની. જેમ જેમ દિવસો પસાર થતા ગયાં તેમ તેમ દંપતીને પણ બે બાળકો થયા. તેમ છતા, સપનાનો તે યુવક પ્રત્યેનો પ્રેમ વધતો જ રહ્યો. આવી સ્થિતિમાં પતિ-પત્નીનાં સંબંધોમાં ખટાસ આવવા લાગી હતી.

123 149 પત્નીને થયો અન્ય સાથે પ્રેમ, તો પતિએ કરાવી દીધા બન્નેનાં લગ્ન

OMG! / લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

પિયર અને સાસરી દ્વારા તેને સમજાવ્યા પછી પણ સપના માની નહીં. જે બાદ આખરે ઉત્તમ મંડળ સપનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. જે પછી ઉત્તમે પોતાના જ સંબંધી રાજુ કુમાર સાથે પોતાની પત્ની સપનાનાં લગ્ન કુટુંબીજનોની હાજરીમાં સુલ્તાનગંજનાં બડી દુર્ગા મંદિરમાં કરાવી દીધા. પતિની હાજરીમાં પત્નીએ તેના પ્રેમી સાથે સાત ફેરા ફર્યા. આ સાથે ગઈકાલ સુધીનો પ્રેમી હવે તેનો પતિ બની ગયો છે. લગ્ન પૂર્ણ થયા બાદ બંને નવ યુગલોએ ઉત્તમ મંડળનાં આશીર્વાદ લીધા હતા. ઉત્તમે પણ તેમને નિરાશ ન કર્યા, અને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. જો કે, આ સમગ્ર ઘટના દરમિયાન ઉત્તમ મંડળની આંખોમાં પાણી આવી ગયુ હતુ. રડતા રડતા તેણે માત્ર એટલુ જ કહ્યુ જોડીઓ ઉપરવાળાનાં હાથમાં હોય છે. વળી સ્થાનિકોને આ અનોખા લગ્નનો ખ્યાલ આવતા જ તેઓ પણ તે જોવા માટે મંદિર પહોંચી ગયા હતા.

Untitled 44 પત્નીને થયો અન્ય સાથે પ્રેમ, તો પતિએ કરાવી દીધા બન્નેનાં લગ્ન