OMG!/ મહિલાએ જુડવા બાળકોને અલગ-અલગ વર્ષમાં આપ્યો જન્મ, લોકોએ કહ્યુ- કુદરતનો જાદુ

દુનિયાભરમાં દર વર્ષે લાખો જુડવા બાળકો થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ કે બે જુડવા બાળકો અલગ-અલગ વર્ષમાં જન્મ લીધો હોય. તમે પણ આ જાણીને ચોંકી ગયા હશો.

Ajab Gajab News
જુડવા બાળકો

દુનિયાભરમાં દર વર્ષે લાખો જુડવા બાળકો થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ કે બે જુડવા બાળકો અલગ-અલગ વર્ષમાં જન્મ લીધો હોય. તમે પણ આ જાણીને ચોંકી ગયા હશો. પણ અમે તમને જણાવી દઇએ કે, આ એકદમ સાચી વાત છે. એક મહિલાએ જુડવા બાળકોને જન્મ તો આપ્યો પણ બન્નેનાં વર્ષ અલગ-અલગ છે.

જુડવા બાળકો

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / વિશ્વમાં કોરોનાનો અજગર ભરડો! 24 કલાકમાં નોંધાયા લાખો નવા કેસ, US સૌથી વધુ અસરગ્રસ્ત

કેલિફોર્નિયામાં જન્મેલા ટ્વિન્સ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે તમે વિચારતા જ હશો કે આવું કેમ? તો તમને જણાવી દઈએ કે બંનેના જન્મમાં માત્ર 15 મિનિટનો જ તફાવત છે પરંતુ પહેલા બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો અને બીજા બાળકનો જન્મ વર્ષ 2022માં થયો હતો. હા, અને જો આ રીતે જોવામાં આવે તો આ જોડિયા બાળકોના જન્મ અલગ-અલગ વર્ષોના કારણે ચર્ચામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કેલિફોર્નિયામાં માત્ર 15 મિનિટના અંતરાલમાં જન્મ આપતી મહિલા સાથે આવી દુર્લભ ઘટના 20 લાખ ગર્ભવતી મહિલાઓમાંથી એક વખતની ઘટના છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેલિફોર્નિયામાં ફાતિમા મૈડ્રિગલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે 11:45 કલાકે પુત્ર અલ્ફ્રેડોને જન્મ આપ્યો હતો અને ત્યારપછી લગભગ 15 મિનિટ બાદ વર્ષ 2022માં પુત્રી આઈલીનનો જન્મ થયો હતો. તેથી આ રીતે મૈડ્રિગલે જુદા જુદા વર્ષોમાં તેના જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા પછી, મૈડ્રિગલ હવે કહે છે કે, ‘હું પોતે આશ્ચર્યચકિત છું કે મેં જુદા જુદા વર્ષોમાં મારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે’. અમે તમને બધાને જણાવી દઈએ કે, મૈડ્રિગલે નાટીવિદાદ મેડિકલ સેન્ટર પર ભાઈ-બહેનનો જન્મ થયો છે. બીજી તરફ, આ નવજાત શિશુઓનો ફોટો શેર કરતા હોસ્પિટલે લખ્યું છે કે, ‘આવી ઘટના 2 મિલિયનમાંથી કોઈ એક સાથે બને છે’. જોડિયા બાળકોને જન્મ આપનાર ફેમિલી ડોક્ટર અન્ના એબ્રિલ એરિયસ કહે છે, ‘તે તેની કારકિર્દીનો સૌથી રસપ્રદ ડિલિવરી કેસ હતો’.

જુડવા બાળકો

આ પણ વાંચો – સાવધાન! / WHO એ ઓમિક્રોનને લઇને આપી ચેતવણી, વધતા કેસ વધુ ખતરનાક વેરિઅન્ટને આપી શકે છે આમંત્રણ

આપને જણાવી દઈએ કે, ફાતિમા મૈડ્રિગલ અને તેના પતિ રોબર્ટ ટ્રુજીલોનાં પરિવારમાં અન્ય ત્રણ બાળકો છે. જેમાંથી બે છોકરીઓ અને એક છોકરો છે. સાથે જ આ જોડિયા બાળકોનાં આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં દર વર્ષે 1,20,000 જોડિયા બાળકોનો જન્મ થાય છે. જો કે, જુદા જુદા જન્મદિવસ પર જોડિયા જન્મ ખૂબ જ દુર્લભ છે. આ સાથે, તે અલગ-અલગ જન્મદિવસ તેમજ અલગ-અલગ મહિનાઓ અને વર્ષોનો દુર્લભ કિસ્સો છે.