Not Set/ કોરોના મામલે વિશ્વએ લીધો રાહતનો શ્વાસ, 1 દિવસમાં 1 લાખ કેસ ઘટ્યા…

પાછલા લાંબા સમયથી કોરોનાનો કહેર વિશ્વભરમાં જોવામાં આવી રહ્યો છે. અને એક વખત મંદ પડેલા કોરોના વાઇરસના ઉપદ્રવે ફરી માથું ઉચકતા વિશ્વભરનાં દેશોનાં શ્વાસ અધ્ધરતાલ કરી દીધા હતા,

Top Stories World

પાછલા લાંબા સમયથી કોરોનાનો કહેર વિશ્વભરમાં જોવામાં આવી રહ્યો છે. અને એક વખત મંદ પડેલા કોરોના વાઇરસના ઉપદ્રવે ફરી માથું ઉચકતા વિશ્વભરનાં દેશોનાં શ્વાસ અધ્ધરતાલ કરી દીધા હતા, કોરોનાનાં બીજા અને અનેક દેશોમાં ત્રીજા વેવથી વિશ્વ રીતસરનું થથરી ઉઠ્યુ હોવાની વિગતો પણ વિદિત છે. કોરોના જ્યારે પિક સમયમાં હતો એટલે કે શરુઆતનાં સમયમાં ત્યારે પણ હાલમાં એટલે કે, બીજા – ત્રીજા વેવમાં જે હાહાકાર અને મોતનું તાડવ નોંધવામાં આવ્યું તેવું આવ્યું ન હતું. પાછલા લાંબા સમય બાદ કોરોનાનાં મામલે વિશ્વ માટે રાહતનાં કહી શકાય તેવા સમચાર સામે આવી રહ્યા છે.

Covid Vaccine / USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી…

વિશ્વએ લીધો રાહતનો શ્વાસ

कमजोर पड़ा कोरोना या बस भ्रम है - is corona virus getting weaker or is it a delusion | Navbharat Gold

વિશ્વમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના નબળો પડ્યો હોય તેવા રાહતના આંકડા નોંધવામાં આવી રહ્યા છે. પાછલા 1 જ દિવસમાં કોરોના સંક્રમણનાં વિશ્વ કક્ષાએ 1 લાખ કેસ ઓછા નોંધવામાં આવ્યા છે. કોરોના સામેની લડાઇ લડી રહેલ દુનિયાભરનાં દેશો માટે આ એક મહત્વનાં સમાચાર કહી શકાય. આપને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં વિશ્વભરમાં કોરોના સંક્રમણનાં 5.39 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. બે દિવસ પહેલાં 7 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા હતાં. અમેરિકા કે જ્યા કોરોનાની સૌથી માઠી અસરો નોંધવામાં આવી છે ત્યાં પણ પાછલા 24 કલાકમાં 1.87 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો કે, સાપ્રાંત આંકડાની કમ્પેરીઝન ન કરવામાં આવે તો USમાં છેલ્લાં 24 કલાકમાં 1300 લોકોના કોરોનાનાં કારણે મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જે માનવજાત માટે થથરાવી દેતા આંકડા કહી શકાય.

Farmers Protest / ખેડૂત આંદોલનનાં 19માં દિવસે ગુજરાતનાં તાત સહિત કેજરીવાલ પણ ક…

ભારતમાં રિકવરી રેટ સારો

વાત કરવામાં આવે ભારતની તો, ભારતમાં સતત 15મા દિવસે પણ કોરોનાનાં કારણે સંક્રમણનો આંક 40 હજાર નીચે રહ્યો છે. દેશમાં કુલ કેસ 99 લાખ નજીક પહોંચ્યા છે. એક અંદાજ પ્રમાણે ગુરૂવાર સુધીમાં દેશમાં કુલ કોરોના સંક્રમણનો આંક 1 કરોડ સુધી પહોંચી શકે છે. જો વાત કરવામાં આવે છેલ્લાં 24 કલાકની તો, પાછલા 24 કલાકમાં કોરોનાનાં 27,300+ નવા કેસ નોંધવામાં આવ્યા છે. સામે જ ભારતનો રિકવરી રેટ ધણો સારો રહ્યો છે અને છેલ્લાં 24 કલાકમાં 30,700+ લોકો કોરોનામાંથી રિકવર થયા છે. જો કે, હાલ પણ દેશમાં એક્ટિવ કેસ 3.50 લાખની સપાટીએ છે.

protest / ગુજરાત આંદોલનનાં માર્ગે..? ડોક્ટર – LRD પુરુષ – ખેડૂત સહિતનાં આક્રોશ આસમાને

ગુજરાતમાં કોરોના પડ્યો મંદો

Senior citizens face a high coronavirus risk. Here's what you can do

ગુજરાતમાં પણ પાછલા દિવસોની સરખામણીએ કોરોના મંદ પડ્યો હોવાનું આંકડા કહી રહ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાનાં નવા 1175 કેસ નોંધવામાં આવ્યા છે. સામે 24 કલાકમાં 1347 દર્દીઓએ રિકવર કર્યુ છે. રાજ્યમાં કુલ કેસનો આંક 2.27 લાખ પર પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં હાલ 13,298 એકટીવ કેસ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકમાં 11 લોકોનાં કોરોનાનાં કારણે ગુજરાતમાં  મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય કોરોના મંદો પડ્યો હોવાનું આંકડા કહી રહ્યા છે, પરંતુ કોરોના હજુ પણ છે અને કોરોનાની રસીની સર્વત્ર હજુ પણ રાહ જોવાઇ રહી છે, માટે માસ્ક પહેરી કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવુ પોતાનાં અને પોતાનાઓના હિતમાં અત્યંત જરુરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…