મુક્તિધામ/ ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ ગૌ મુક્તિધામ,જાણો વિગત

વિશ્વમાં સૌ પહેલીવાર ગૌ-મુક્તિધામ ગુજરાતના કચ્છમાં બન્યું છે, ભારતમાં જ નહીં પરતું સમગ્ર વિશ્વમાં આ મુક્તિધામની પ્રશંસા થઇ રહી છે.

Top Stories Gujarat
5 49 ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ ગૌ મુક્તિધામ,જાણો વિગત

વિશ્વમાં સૌ પહેલીવાર ગૌ-મુક્તિધામ ગુજરાતના કચ્છમાં બન્યું છે, ભારતમાં જ નહીં પરતું સમગ્ર વિશ્વમાં આ મુક્તિધામની પ્રશંસા થઇ રહી છે. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ પણ તેના અવસાન બાદ અંતિમવિધિ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી,જેના લીધે  કચ્છના છેવાડાના લખપત તાલુકાના નરા ગામે ગાયોની અંતિમક્રિયા માટે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે.

લખપત તાલુકાના નરા ગામે દાતાઓ દ્વારા દેવલોક ગમન થયેલી ગાયોના અંતિમ સંસ્કાર કરવા માટે ખાસ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કોઈ પણ ગાયનું મૃત્યુ થશે તો ગાયને હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ દ્વારા લઈ આવી તેને વિધિવત સ્નાન કરાવી માલિકીની જમીન પર સમાધિ આપવામાં આવશે આ માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

લખપતના નરા ગામે દાતાઓ દ્વારા દેવલોક ગમન થયેલી ગાયોના અંતિમ સંસ્કાર કરવા ખાસ મુક્તિધામ બનાવાયું છે. આ વિસ્તારમાં કોઈ પણ ગાયનું મૃત્યુ થશે તો ગાયને હાઇડ્રોલિક એમ્યુલાન્સ દ્વારા લઈ આવી તેને વિધિવત સ્નાન કરાવી માલિકીની જમીન પર સમાધિ આપવામાં આવશે.