Not Set/ વિશ્વના આ દિગ્ગજ બેટ્સમેન સૌથી વધુ વખત થયા છે રન આઉટ, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે

ભારતીય ટીમે દુનિયાને ઘણા મહાન ખેલાડીઓ આપ્યા છે, ક્રિકેટના વિશ્વમાં ઘણા એવા બેટ્સમેન છે જે સૌથી વધુ વખત રનઆઉટ થયા છે. જેમાં બે મહાન ભારતી ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે

Top Stories Sports
6 17 વિશ્વના આ દિગ્ગજ બેટ્સમેન સૌથી વધુ વખત થયા છે રન આઉટ, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે

ભારતીય ટીમે દુનિયાને ઘણા મહાન ખેલાડીઓ આપ્યા છે, જેમણે દુનિયાના ખૂણે ખૂણે રન બનાવ્યા છે. તેમની બેટિંગ કૌશલ્ય જોઈને મોટા બોલરો પણ અચંબામાં પડી જાય છે. ભારતીય બેટ્સમેન પણ વિકેટની વચ્ચે ખૂબ જ ઝડપથી દોડે છે. મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને વિરાટ કોહલીની રનિંગ સ્કિલ આખી દુનિયા જાણે છે, પરંતુ ક્રિકેટની દુનિયામાં ઘણા એવા બેટ્સમેન છે જે સૌથી વધુ વખત રનઆઉટ થયા છે. જેમાં બે મહાન ભારતી ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.

સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક સ્ટીવ વો પોતાની શાનદાર બેટિંગના કારણે આખી દુનિયામાં જાણીતા હતા. પરંતુ આ અનુભવી ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત રનઆઉટ થયા છે. આ ખેલાડી 104 વખત રનઆઉટ થયા છે.

રાહુલ દ્રવિડ

ભારતની દિવાલ કહેવાતા રાહુલ દ્રવિડની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે. તે હંમેશા મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતા હતા, જો રાહુલ એકવાર ક્રિઝ પર સ્થિર થઈ જાય તો કોઈપણ બોલર માટે તેમને આઉટ કરવા ખૂબ જ મુશ્કેલ કામ માનવામાં આવતું હતું. અત્યારે રાહુલ ટીમ ઈન્ડિયાના કોચ છે. રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 101 વખત આઉટ થયા છે તેઓ સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓમાંથી એક છે.

સચિન તેંડુલકર

વિશ્વના મહાન બેટ્સમેન, માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. સચિન હંમેશા વિકેટની વચ્ચે ખૂબ જ સારી રીતે દોડતા રહ્યા છે. પરંતુ આ અનુભવી ખેલાડી તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 98 વખત રનઆઉટ થયા છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે, તેમનો રન બિટ્વીન ધ વિકેટ ખૂબ જ ઝડપી માનવામાં આવતો હતો.

મહેલા જયવર્દને

શ્રીલંકાની ક્રિકેટ ટીમે વિશ્વને મહેલા જયવર્દને જેવો મજબૂત બેટ્સમેન આપ્યો છે. મહેલાની લાંબી સિક્સર મારવાની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. તેણે એકલા હાથે શ્રીલંકન ટીમનું 2014 T20 વર્લ્ડ કપમાં નેતૃત્વ કર્યું હતું. મહેલા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 95 વખત રનઆઉટ થયા છે.

ઇન્ઝમામ-ઉલ-હક

પાકિસ્તાનની ટીમ એક સમયે ક્રિકેટની દુનિયા પર રાજ કરતી હતી. ઈન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન માટે ઘણા રન બનાવ્યા છે. આ યાદીમાં સામેલ આ પાકિસ્તાની બેટ્સમેન એકમાત્ર બેટ્સમેન છે. ઈન્ઝમામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 92 વખત રનઆઉટ થયા છે.