શરમજનક/ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો આવ્યો સૌથી ખરાબ સમય, સતત હાર બાદ સમગ્ર પસંદગી સમિતિ સસ્પેન્ડ

T20 વર્લ્ડકપ 2021માં ખરાબ પ્રદર્શન બાદથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડમાં કશું જ બરાબર ચાલી રહ્યું ન હતું અને બોર્ડે હવે સમગ્ર પસંદગી સમિતિને સસ્પેન્ડ કરી દીધી છે.

Sports
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ

T20 વર્લ્ડકપ 2021માં ખરાબ પ્રદર્શન બાદથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડમાં કશું જ બરાબર ચાલી રહ્યું ન હતું અને બોર્ડે હવે સમગ્ર પસંદગી સમિતિને સસ્પેન્ડ કરી દીધી છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ T20 વર્લ્ડકપ 2021માં સુપર-12 રાઉન્ડમાં માત્ર એક જ મેચ જીતી શકી હતી. ત્યારબાદ હવે બોર્ડે કડક વલણ અપનાવીને પગલું ભર્યું છે.

આ પણ વાંચો – Viral Video / અડધી રાત્રે હોટલમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી, Video

આપને જણાવી દઇએ કે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ મુખ્ય પસંદગીકાર રોજર હાર્પર સહિત સમગ્ર પસંદગી સમિતિને સસ્પેન્ડ કરી દીધી છે. હાર્પરનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો હતો, અને CWI એ તેમની મુદત ન વધારવાનો નિર્ણય લીધો છે. હાર્પર 2019 નાં અંતમાં મુખ્ય પસંદગીકાર બન્યા છે. પોતાના સત્તાવાર ટ્વિટર પર એક નિવેદનમાં, CWIએ કહ્યું કે, બોર્ડે શનિવારે સાંજે જાહેરાત કરી છે કે તે જાન્યુઆરીમાં નવી પસંદગી સમિતિની પસંદગી માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરશે. બોર્ડે જણાવ્યું હતું કે નવી પસંદગી સમિતિ રોજર હાર્પર અને તેના સાથી પસંદગીકાર માઇલ્સ બાસકોમ્બનું સ્થાન લેશે, જેમના કરાર 31 ડિસેમ્બરે પૂર્ણ થાય છે અને તેઓએ તેમની મુદત ન વધારવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે કહ્યું કે, હાલમાં એક વચગાળાની પસંદગી પેનલની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્ય કોચ ફિલ સિમન્સ સાથે કેપ્ટનનો પણ સમાવેશ થાય છે. CWI ડાયરેક્ટર ઓફ ક્રિકેટ જીમી એડમ્સ પ્રક્રિયાની દેખરેખ રાખશે. રોજર હાર્પરે કહ્યું, ‘હું CWIનો આભાર માનું છું, જેમણે મને જવાબદારી આપી. ભવિષ્ય માટે મારી શુભકામનાઓ હંમેશા બોર્ડ અને ટીમ સાથે રહેશે. હું એ તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે આ સમય દરમિયાન મને ટેકો આપ્યો અને મદદ કરી.

આ પણ વાંચો – હરાજી / આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી મેરાડોનાની લક્ઝરી કાર સહિતની સંપત્તિની આજે હરાજી કરવામાં આવશે…

આપને જણાવી દઈએ કે, રોજર હાર્પરનાં કાર્યકાળ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ 16 ટેસ્ટમાંથી માત્ર 5માં જ જીતી શકી હતી. ઉપરાંત, 21 ODIમાંથી, ટીમે 11 માં જીત અને 39 T20 આંતરરાષ્ટ્રીયમાં 14 માં જીત મેળવી. વેસ્ટ ઈન્ડિઝને તાજેતરમાં પાકિસ્તાનનાં પ્રવાસ પર ત્રણ મેચની T20I સીરીઝમાં 0-3થી હાર મળી હતી. T20 વર્લ્ડકપમાં પણ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.