Indian Army/ ભારતીય સેનાના ડ્રેસમાં આવ્યો છે મોટો ફેરફાર, જાણો હવે સૈનિકો કેવો યુનિફોર્મ પહેરશે

તાજેતરમાં યોજાયેલી આર્મી કમાન્ડર કોન્ફરન્સમાં લાંબા મંથન અને વિચાર-વિમર્શ બાદ ભારતીય સેના દ્વારા યુનિફોર્મમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

India Trending
યુનિફોર્મ

દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે સરહદ પર ઉભા રહેલા ભારતીય સેનાના જવાનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય સેનાએ યુનિફોર્મમાં મોટો ફેરફાર કર્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ ભારતીય સેનાના જવાનોના યુનિફોર્મમાં ફેરફાર કરતી વખતે હવે ફ્લેગ રેન્કથી બ્રિગેડિયર રેન્ક સુધીના તમામ અધિકારીઓના યુનિફોર્મના એક સમાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે કેટલાક રેન્કના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ભારતીય સેનાએ ક્યારે નિર્ણય લીધો?

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં યોજાયેલી આર્મી કમાન્ડર કોન્ફરન્સમાં લાંબા મંથન અને વિચાર-વિમર્શ બાદ ભારતીય સેના દ્વારા યુનિફોર્મમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય આર્મી યુનિફોર્મ અંગે શું અપડેટ છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનામાં યુનિફોર્મને લગતા ફેરફારો અથવા અપડેટ હેઠળ, બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓના હેડગિયર, શોલ્ડર રેન્ક બેજ, બેલ્ટ, શૂઝ અને ગોર્જેટ બેલ્ટ હવે સંપૂર્ણપણે સમાન હશે. બીજી તરફ, ફ્લેગ રેન્કના અધિકારીઓ તેમના યુનિફોર્મમાં કોઈપણ પ્રકારની દોરીનો ઉપયોગ કરશે નહીં. એટલે કે, તેમના યુનિફોર્મમાંથી ડોરી હટાવી દેવામાં આવી છે.

ભારતીય સેનાના યુનિફોર્મના નવા નિયમો ક્યારે લાગુ થશે?

ભારતીય સેનામાં યુનિફોર્મને લઈને કરવામાં આવેલા નવા ફેરફારો આ વર્ષે જ લાગુ કરવામાં આવશે. આ માટે 15મી ઓગસ્ટ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે સેના દ્વારા કર્નલ અને નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:બંગાળમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ, મમતા બેનર્જીએ કહ્યું- બગડી શકે છે કાયદો અને વ્યવસ્થા

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ મુર્મુના હેલિકોપ્ટર સાથે ફાર્માસિસ્ટે ક્લિક કરી તસવીર, કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો:રશિયા પાસે છે અબજો ભારતીય રૂપિયા,પણ નથી કરી શકતું તેનો ઉપયોગ: જાણો શું છે કારણ

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, કહ્યું કે તેઓ દેશને જોખમમાં મૂકી રહ્યા છે