મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. કોરોના અને લોકડાઉનની મુશ્કેલીઓથી પાટાએથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને આ બજેટથી વધુ આશાઓ છે. વળી, રોજગાર મેળવનારા લોકોની આશા છે કે, સરકાર તેમને આ બજેટમાં ભેટ આપશે.
ઘણા લાંબા સમયથી, પગાર વધારાની રાહ જોતા કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને આ બજેટથી વધુ આશાઓ છે. 2021 નાં બજેટથી કેન્દ્રીય કર્મચારીઓની આશા છે કે સરકાર તેમની માંગણીઓ ધ્યાનમાં લીધા બાદ તેમને ભેટ આપશે. લાંબા સમયથી કેન્દ્રિય કર્મચારીઓએ તેમની માંગણીઓની અવગણના કરવાને લઇને 1 ફેબ્રુઆરી 2021 નાં નવા લેબર કોડ, સાતમાં પગારપંચની વિસંગતતાઓ અને સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા પર લાદવામાં આવતા પ્રતિબંધ અંગે વિરોધ દર્શાવ્યો હતો. કેન્દ્રિય કર્મચારીઓની સંયુક્ત સંસ્થા જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શનનાં કોલ પર રેલ્વે કર્મચારીઓ 1 ફેબ્રુઆરીએ ધ્યાનાકર્ષણ દિવસ મનાવશે.
કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે. વળી, સંસદમાંથી પસાર થયેલા નવા ચાર, લેબર કોડમાં સુધારાની માંગ કરી રહ્યા છે. વળી તેઓ સાતમાં પગારપંચની વિસંગતતાઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. નવી રાષ્ટ્રીય પેન્શન નીતિમાં પરિવર્તન ઇચ્છે છે. તેઓ મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, લોકડાઉન પછી આર્થિક બોજ ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થાનો અમલ કર્યો છે. મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધની સાથે, કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધીનાં એરિયસ પણ રોકી દીધા.
સોમવારે 2021 નું બજેટ આવવાનું છે. આવી સ્થિતિમાં, લાખો સેન્ટ્રલ કર્મચારીઓને આ બજેટથી વધુ આશાઓ છે. તેમને આશા છે કે, સરકાર તેમના માટે ઘોષણાઓ કરશે. તેમને આશા છે કે, બજેટમાં તેમના પગાર વધારા અંગે મોટી જાહેરાત કરવામાં આવશે. મોંઘવારી ભથ્થા પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવશે. વળી તેઓ આશા રાખે છે કે સરકાર બજેટમાં મોંઘવારી ભથ્થા અંગે મોટી જાહેરાત કરી શકે છે. જો કે તેમની આ દરેક આશાઓ ફળે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
