Not Set/ અયોધ્યામાં જયશ્રીરામ, SCનાં આ 5 જસ્ટિસોએ આપ્યો દેશનાં સૌથી મહત્વનાં કેસનો ચૂકાદો

અયોધ્યા કેસમાં રામ જન્મભૂમી અને બાબરી મસ્જીદ મામલે વિવાદ જમીન પર હક કોનો છે તેનો ફેસલો કોર્ટ દ્વાર આપી દેવામાં આવ્યો છે. કોર્ટનાં ચૂકાદા પ્રમાણે વિવાદીત જગ્યા પર રામ નિર્માણ કરવાની પરવાનગી મળી ગઇ છે અને રામ જન્મભૂમી ન્યાસ સાથે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિરનું નિર્માણ કરી શકશે. તો સાથે સાથે બાબરી મસ્જીદ માટે […]

Top Stories India
WhatsApp Image 2019 11 09 at 11.46.38 AM અયોધ્યામાં જયશ્રીરામ, SCનાં આ 5 જસ્ટિસોએ આપ્યો દેશનાં સૌથી મહત્વનાં કેસનો ચૂકાદો

અયોધ્યા કેસમાં રામ જન્મભૂમી અને બાબરી મસ્જીદ મામલે વિવાદ જમીન પર હક કોનો છે તેનો ફેસલો કોર્ટ દ્વાર આપી દેવામાં આવ્યો છે. કોર્ટનાં ચૂકાદા પ્રમાણે વિવાદીત જગ્યા પર રામ નિર્માણ કરવાની પરવાનગી મળી ગઇ છે અને રામ જન્મભૂમી ન્યાસ સાથે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિરનું નિર્માણ કરી શકશે. તો સાથે સાથે બાબરી મસ્જીદ માટે વિવાદીત જગ્યાનો દાવો કરનાર સુન્ની વકફ બોર્ડને સુપ્રીમ દ્વારા 5 એકર વૈકલ્પીક જગ્યા આવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઘી ના ઠામમાં ઘી પડી ગયું જેવો સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં  પાંચ જસ્ટીસની બેન્ચે સતત 40 દિવસ સુનવણી કરી બનેં પક્ષકારોની દલીલો ધ્યાને લઇને આપ્યો હતો. 6 ઓગસ્ટથી આ કેસમાં કોઇ પણ બીન જરૂરી વિક્ષેપ વીના જ રોજ બનેં પક્ષકારોને સાંભળ્યા પછી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસનો ફેંસલો 16 ઓક્ટોબરે સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમે સુરક્ષીત રાખેલો પોતાનો ફેંસલો આજે સંભળાવી દીધો છે. આને પાછલા 70 વર્ષથી(જો કે, 70 કરતા પણ વધુ વર્ષથી) ચાલ્યા આવતા આ વિવાદનો આજે આંશીક રીતે અંત આવ્યો છે

સુપ્રીમ કોર્ટનાં આ ઐતિહાસીક ચૂકાદા પાછળ આ પાંચ જસ્ટિસ છે. અને તે છે, ખુદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, તેમના સિવાય જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ,  જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર. દેશનાં સૌથી જટીલ માનવામાં આવતા અને દેશનાં સૌથી વધુ લાંબા ચાલેલા આ વિવાદીત કેસનો ઐતિહાસીક ચૂકાદા માટે આ તમામ પાંચ જજને ઇતિહાસનાં પાનાંએ નોંધી લીઘા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.