IND VS WI/ બીજી ODI માટે આ ત્રણ ખેલાડીઓ છે પૂરી રીતે તૈયાર, નેટમાં કરી રહ્યા છે પ્રેક્ટિસ

કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલ, જેઓ પ્રથમ ODI મેચ (IND vs WI) માં પસંદગી માટે ઉપલબ્ધ ન હોતા, તેઓ ભારતીય ટીમમાં જોડાયા છે. આ સિવાય સ્ટેન્ડબાય ફાસ્ટ બોલર નવદીપ સૈની પણ કોરોના નેગેટિવ આવ્યા બાદ ભારતીય ટીમ સાથે જોડાયો છે. રાહુલ અને મયંક બંને બુધવારે વન-ડે મેચ માટે ઉપલબ્ધ રહેશે.

Sports
1 2 1 બીજી ODI માટે આ ત્રણ ખેલાડીઓ છે પૂરી રીતે તૈયાર, નેટમાં કરી રહ્યા છે પ્રેક્ટિસ

કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલ, જેઓ પ્રથમ ODI મેચ (IND vs WI) માં પસંદગી માટે ઉપલબ્ધ ન હોતા, તેઓ ભારતીય ટીમમાં જોડાયા છે. આ સિવાય સ્ટેન્ડબાય ફાસ્ટ બોલર નવદીપ સૈની પણ કોરોના નેગેટિવ આવ્યા બાદ ભારતીય ટીમ સાથે જોડાયો છે. રાહુલ અને મયંક બંને બુધવારે વન-ડે મેચ માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો – Aus Vs Pak / પાકિસ્તાન પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની જાહેરાત, 3 સ્પિનરોને મળી જગ્યા

વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ પ્રથમ મેચનો ભાગ ન હતો અને અહેવાલો મુજબ તે તેની બહેનનાં લગ્નને કારણે ઉપલબ્ધ ન હતો. મયંક અગ્રવાલને કોરોના કેસ પછી ભારતીય કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની ક્વોરેન્ટિન પૂર્ણ ન થવાને કારણે તે પણ પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. બીજી તરફ, નવદીપ સૈની સ્ટેન્ડબાય બોલર હતો, જે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે આ ત્રણેય ખેલાડીઓની તસવીર શેર કરતા BCCIએ લખ્યું, જુઓ અહીં કોણ છે! ત્રણેય ટીમમાં જોડાયા છે અને આજે પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડ્યો હતો. 

પ્રથમ ODIમાં ભારતીય ટીમે શાનદાર રમત રમી અને મુલાકાતી વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સંપૂર્ણ ઓવર રમ્યા વિના 176 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની અડધી સદીની મદદથી 28 ઓવરમાં 178 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો – PSL 2022 / આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

બીજી વનડેમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે કેપ્ટન રોહિત શર્માને થોડી મહેનત કરવી પડી શકે છે. જો રાહુલને ઓપનિંગ કરવા માટે પસંદ કરવામાં આવશે તો ઈશાન કિશનને બહાર બેસવું પડશે. બીજી તરફ, જો તેમને મિડલ ઓર્ડરમાં રમાડવામાં આવે તો સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડાને બહાર બેસવું પડશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે બુધવારે કયા પ્લેઇંગ ઇલેવન સાથે રોહિત શર્મા રમશે.