ચેતવણી/ વિમાની મુસાફરી વખતે આ પ્રકારની ભૂલો કરવી પડી શકે છે મોંઘી, આજીવન પ્રતિબંધ માટે કાયદો આવી શકે છે અમલમાં

કોરોના સંક્રમણની વચ્ચે પણ દેશમાં અલગ- અલગ ફલાઈટમાં કોરોના પ્રોટોકોલના ભંગની ઘટનાઓ બની હતી. મુસાફરો માસ્ક પહેરવાનો ઈન્કાર કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે,ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુસાફરો સામે કાયદાનો ગાળિયો

India

કોરોના સંક્રમણની વચ્ચે પણ દેશમાં અલગ- અલગ ફલાઈટમાં કોરોના પ્રોટોકોલના ભંગની ઘટનાઓ બની હતી. મુસાફરો માસ્ક પહેરવાનો ઈન્કાર કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે,ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુસાફરો સામે કાયદાનો ગાળિયો કસવામાં માટે તૈયારી કરી રહ્યું છે, દેશમાં વિમાની સફરમાં તથા એરપોર્ટ પર માસ્ક- સોશ્યલ ડીસ્ટન્સ સહિતના પ્રોટોકોલનું પાલન ફરજીયાત છે અને તેમાં ભંગના સતત વધી રહેલા કેસોથી દેશના નાગરિક ઉડ્ડયન વિભાગ વિમાનની મુસાફરીમાં કોરોના પ્રોટોકોલનો ભંગ કરનાર પર વિમાની પ્રવાસનો આજીવન પ્રતિબંધ લગાવવા અને કાનૂની કાર્યવાહીનો કાયદો પણ બનાવવાની તૈયારી કરી છે.

Lockdown4 Guidelines for Flight Passengers: Safety Kits For Passengers And More: Your Guide To Airport, Flight Rules

ગત અઠવાડિયે સામે આવ્યા આ પ્રકારના કિસ્સાઓ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત સપ્તાહે જ ત્રણ એરલાઈને આ પ્રકારની ઘટના અંગે નાગરીક વિમાન ઉડ્ડયન મંત્રાલયને રીપોર્ટ કર્યો હતો અને તેમાં મહિલાઓ પણ આ પ્રકારના ભંગમાં સામેલ હોવાનું ખુલ્યુ છે. જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે તો 16 માર્ચના જમ્મુ-કાશ્મીરના ત્રણ યાત્રીકોએ પણ માસ્ક પહેરવાનો ઈન્કાર કર્યો હતો તે બાદ ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા હવે કોઈ યાત્રી પ્રવાસના નિયમોનો ખાસ કરીને કોરોના પ્રોટોકોલનો ભંગ કરશે તો તેના પર વિમાની પ્રવાસનો આજીવન પ્રતિબંધ આવી શકે છે.

Flying amid Covid-19? Check AAI's statewise guidelines for air passengers | Hindustan Times

આ પ્રકારે પ્રતિબંધની થશે અમલવારી

આ પ્રકારના યાત્રીઓને અનિયંત્રીત યાત્રીની યાદીમાં મુકવામાં આવશે અને પ્રથમ તબકકે તેને ત્રણ માસ સુધી હવાઈ યાત્રા પર પ્રતિબંધ મુકાશે.

એક વખત પ્રતિબંધ મૂકાયા પછી પણ જો ફરી આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરશે તો તેના પર આજીવન પ્રતિબંધ પણ આવી શકશે.

ઉપરાંત જેઓને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા જણાવશે અને તે સમયે વિમાની ક્રુ અથવા એરપોર્ટ પર હિંસક વર્તન કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
માસ્ક નાકની નીચે પણ જવું જોઈએ નહી તે મુસાફરે ધ્યાન રાખવું પડશે.

એરપોર્ટ અને વિમાનની અંદર આવતા-જતા સમયે સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે અંગે પણ તકેદારી રાખવી પડશે.