Rajkot/ લેન્ડ ગ્રેબીંગનો ત્રીજો ગુનો નોંધાયો, કરોડોની સરકારી જમીન બારોબાર વેચનાર બે ભૂમાફિયાની ધરપકડ

રાજકોટ શહેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રીજો ગુનો નોંધ્યો હતો. મોટામવાના ખેડૂત અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાની મોટામવા સરવેમાં પાંચ એકર ખેતીની જમીનની બાજુમાં જ આવેલો સરકારી

Top Stories
1

રાજકોટ શહેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રીજો ગુનો નોંધ્યો હતો. મોટામવાના ખેડૂત અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાની મોટામવા સરવેમાં પાંચ એકર ખેતીની જમીનની બાજુમાં જ આવેલો સરકારી ખરાબો 1.50 કરોડમાં મળી જશે તેવી સંસ્કાર સિટીમાં રહેતા મિત્ર કેતન વોરાએ બાંહેધરી આપ્યા બાદ અમરનગરમાં રહેતા નિવૃત્ત એસટી કર્મચારી બહાદુરસીંગ માનસીંગ ચૌહાણ સાથે મળી ખેડૂતને ફસાવવાનો કારસો રચ્યો હતો.

Corona Update / દેશમાં 7 મહિના બાદ સૌથી મોટી રાહત, 24 કલાકમાં 10 હજારથી નીચે…

કલેક્ટર અને મામલતદારના નામે અલગ અલગ 10 નકલી ડોક્યુમેન્ટ બનાવી ખેડૂત પાસેથી કટકે કટકે રૂ.73 લાખ પડાવી લીધા હતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ અંગે એક મહિના સુધી તપાસ કરી ભૂમાફિયાના કૌભાંડનો પર્દાફાશ કરી દીધો હતો.

Accident / સુરતનાં કીમ માંડવી રોડ પર ટ્રકચાલકે ફુટપાથ પર સુતેલા શ્રમજીવ…

કલેક્ટર રેમ્યા મોહને આ અંગે સુઓમોટો લઇ ફરિયાદનો આદેશ કરતા મામલતદાર કથીરિયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગેરેજ સંચાલક કેતન વોરા અને એસટીના પૂર્વ કર્મચારી બહાદુરસીંગ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.

Cricket / શેન વોર્ને નટરાજન પર સ્પોટ ફિક્સિંગની આશંકા વ્યક્ત કરી, આપ્ય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…