Not Set/ આ છે અનોખા ભક્ત જે પોતાની છાતી પર 21 કળશ રાખી કરે છે માં દુર્ગાની આરાધના

નવરાત્રી દરમ્યાન તમે ઉપવાસ કરતાં ભક્ત જોયા હશે, રોજ દર્શન કરવા જતા ભક્તો જોયા હશે પણ નાગેશ્વર બાબા માં દુર્ગાના અનોખા જ ભક્ત છે. બિહારમાં પટનામાં નવા સચિવાલય પાસે આવેલાં નૌલખા મંદિરમાં આ બાબા પોતાની છાતી પર 21 કળશ રાખીને દેવીની આરાધના કરે છે. Patna: On every #Navratri from last 22 years, Nageshwar Baba keeps […]

Uncategorized

નવરાત્રી દરમ્યાન તમે ઉપવાસ કરતાં ભક્ત જોયા હશે, રોજ દર્શન કરવા જતા ભક્તો જોયા હશે પણ નાગેશ્વર બાબા માં દુર્ગાના અનોખા જ ભક્ત છે. બિહારમાં પટનામાં નવા સચિવાલય પાસે આવેલાં નૌલખા મંદિરમાં આ બાબા પોતાની છાતી પર 21 કળશ રાખીને દેવીની આરાધના કરે છે.

છેલ્લાં 22 વર્ષોથી નવરાત્રી દરમ્યાન તેઓ પોતાની છાતી પર કળશ રાખીને માતાની આરાધના કરે છે. નાગેશ્વર બાબાએ જણાવ્યું કે, ‘મને માતાજી પાસેથી એનર્જી મળે છે. હું નવરાત્રીના 15 દિવસ પહેલાંથી જ ઉપવાસ રાખવાનું શરુ કરી દઉં છું.’ ઘણાં બધાં ભક્તો અહી માં દુર્ગાના આશીર્વાદ લેવા માટે આવે છે. નાગેશ્વર બાબાને જોવા માટે પણ લોકોની ભીડ આ મંદીરમાં ઉમટે છે.

નાગેશ્વર બાબા આ સ્થળ પર ઘણાં સમયથી દુર્ગા પૂજા કરે છે. શરૂઆતના દિવસોમાં તેઓ રોજી રોટી માટે આસપાસની દુકાનોમાં પાણી પહોચાડવાનું કામ કરતાં હતા. તેઓ પહેલાં 17 કળશ પોતાની છાતી પર રાખતા હતા. ત્યારબાદ કળશની સંખ્યા વધારીને 19 થઇ અને છેલ્લાં અમુક વર્ષોથી તેઓ 21 કળશ પોતાની છાતી પર રાખી ભગવાનની આરાધના કરે છે.