Gandhinagar News/ ગુજરાતનાં આ ધારાસભ્યએ પગાર, ભથ્થા સ્વીકારવાની પાડી ના

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તથા પૂર્વ મંત્ર બલવંતસિંહ રાજપુતે ધારાસભ્ય તરીકે મળવા પાત્ર તમામ પગાર, ભથ્થાં અને સુવિધાઓ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:ગુજરાતના રાજકારણમાં એક દુર્લભ અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાની સિધ્ધપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તથા પૂર્વ મંત્ર બલવંતસિંહ રાજપુતે (Balwantsinh Rajput) ધારાસભ્ય તરીકે મળવા પાત્ર તમામ પગાર, ભથ્થાં અને સુવિધાઓ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાના સચિવને તેમણે તાજેતરમાં એક સત્તાવાર પત્ર લખ્યો છે.

No description available.

જેમાં તેમણે જણાવ્યું છે કે “હું ધારાસભ્ય તરીકેનો કોઈ પગાર કે ભથ્થું સ્વીકારવા માંગતો નથી. આ અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.”આ પત્ર સચિવાલય માંથી મોકલવામાં આવેલા નવા મંત્રીમંડળની રચના બાદના ફોર્મેટીના પત્રના જવાબમાં લખવામાં આવ્યો છે.અગાઉ પણ મંત્રી હતા ત્યારે પગાર નહોતા લીધો. બલવંતસિંહ રાજપુતનો આ પહેલો આવો નિર્ણય નથી. 2021 થી 2024 સુધી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી  તરીકે સેવા આપી ચૂક્યા છે, ત્યારે પણ તેમણે મંત્રી તરીકે મળતો એક પણ રૂપિયો પગાર કે ભથ્થું સ્વીકાર્યું ન હતું. હવે મંત્રી પદેથી મુક્ત થયા બાદ પણ તેમણે સામાન્ય ધારાસભ્ય તરીકેના પગાર-ભથ્થાને નકારી કાઢ્યા છે.આજના સમયમાં જ્યારે રાજકારણને ઘણી વાર વ્યવસાય તરીકે જોવામાં આવે છે, ત્યારે બલવંતસિંહ રાજપુતનો આ નિર્ણય લોકપ્રતિનિધિઓ માટે એક મોટું સંદેશો આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જી.એસ.ટી. રિફોર્મ્સ એ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે: મુખ્યમંત્રી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે સવારે 10 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે