Bollywood/ રણબીરે આલિયા સાથે આ રીતે કરી પોતાના જન્મદિવસની ઉજવણી…..

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક આવી જ તસવીર શેર કરી છે જેમાં બન્ને સનસેટ એન્જોય કરી રહ્યા છે. આલિયાએ પોતાનુ માથું રણબીરના ખભા પર મૂક્યું છે

Entertainment

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરના 39મા જન્મદિવસ પર આલિયા ભટ્ટે પહેલી વાર સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. તેણે રણબીર સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી બર્થડે માય લાઈફ. નોંધનીય છે કે બન્ને અત્યારે જોધપુરમાં છે. રણબીર અને આલિયાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણબીર અને આલિયાના ફેન પેજ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ તળાવના કિનારે સમય પસાર કરી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે, ખુલ્લા આકાશની નીચે રણબીર અને આલિયા સૂર્યાસ્તના સમયની મજા માણી રહ્યા છે. રણબીર જમીન પર આડો પડ્યો છે અને આલિયા ભટ્ટ તેની બાજુમાં બેઠી છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે તેઓ કોઈ નદી અથવા તળાવના કિનારે બેઠા છે. તસવીરો ઘણી ઝાંખી છે અને દૂરથી લેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. શક્ય છે કે રણબીર અને આલિયાને ખબર નહીં હોય કે તેમની તસવીરો લેવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/CUXaCn9sh1e/?utm_source=ig_embed&ig_rid=9e71e16b-bc54-4557-9b30-166a7f43d906

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક આવી જ તસવીર શેર કરી છે જેમાં બન્ને સનસેટ એન્જોય કરી રહ્યા છે. આલિયાએ પોતાનુ માથું રણબીરના ખભા પર મૂક્યું છે અને તેમણે એકબીજાનો હાથ પકડેલો છે. આલિયાની આ પોસ્ટ પર માત્ર ફેન્સ જ નહીં, તેમના મિત્રોએ પણ પ્રતિક્રિયા આપી છે. આલિયાએ ફોટોની સાથે લખ્યું છે કે, હેપ્પી બર્થડે માય લાઈફ.

https://www.instagram.com/reel/CUZSTrQt9Bx/?utm_source=ig_embed&ig_rid=bd137d12-8c15-4772-99ad-79b3b086ae1a

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જોધપુરમાં પોતાના લગ્ન માટે વેન્યુ પણ શોધી રહ્યા છે. શક્ય છે કે તેઓ પોતાના લગ્નનું આયોજન જોધપુરમાં કરે. આમ પણ જોધપુરને રોયલ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ છે.