Gujarat News/ ગુજરાતના શહેરોમાં આ રીતે હલ થશે ટ્રાફિક સમસ્યા, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

ગુજરાતના શહેરોમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Ahmedabad Breaking News
Purple white business profile presentation 17 ગુજરાતના શહેરોમાં આ રીતે હલ થશે ટ્રાફિક સમસ્યા, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

Gujarat Traffic News: ગુજરાતના શહેરોમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે તમામ શહેરોના કમિશનર અને શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વખત બેઠક બોલાવીને સમસ્યા અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક રાહત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર મહાનગરોમાં ટ્રાફિકને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે મહિનામાં એક વખત મિટિંગ કરવી ફરજિયાત રહેશે.

આ મુદ્દાઓ પર ચર્ચા

તમામ મ્યુનિસિપલ કમિશનરો અને શહેર પોલીસ વડાઓની અધ્યક્ષતામાં ફરજિયાત બેઠક યોજવાની છે. જેમાં ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોર, જોખમી અકસ્માતોના કારણો અને તેના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ માટે તમામ શહેરોના કમિશનર અને શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વખત બેઠક બોલાવીને સમસ્યા અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.

મહાનગરના બ્લેક પોઈન્ટ અને ડાયવર્ઝનને કારણે સર્જાયેલી સમસ્યાની પણ ચર્ચા થવાની છે. કોઈપણ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ગૃહ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને દર મહિને રિપોર્ટ આપવાનો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ બે અધિકારીઓને કરી ટકોર

આ પણ વાંચો :સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો :શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ