રેડિયો જોકી ધ્વનિતે સાચું જ કહ્યું છે કે જેમ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે જેમ ગુજરાતી લોકો ખાણીપીણીની આજુબાજુ ફરે છે. ગુજરાતના દરેક શહેરનો પોતાની આગવી વાનગી વખણાય છે. તેમ સુરતમાં લોચો અને ઇદડા ઘણા વખણાય છે. જો કે સુરત સિવાય પણ બીજા શહેરોમાં ઇદડા બનાવવામાં આવે છે પરંતુ સુરતી ઇદડાની રેસીપી જ કઈક ખાસ છે. આ ઇદડાને તમે ડીનર કે સવારના નાસ્તામાં પણ લઇ શકો છો.
જરૂરી સામગ્રી
– અઢીસો ગ્રામ સફેદ ઢોકળાં મિશ્રણનો લોટ (ચોખા ૨૦૦ ગ્રામ + અડદની દાળ ૫૦ ગ્રામ. )
– ૨૫૦ ગ્રામ દાહીં
– મીઠું સ્વાદ અનુસાર
-વાટેલા આદુ મરચાની પેસ્ટ
– ત્રણ ચમચી તેલ
– પોણી ચમચી સોડા
-મરીનો ભુક્કો જરૂર મુજબ
બનવવાની રીત
સૌ પ્રથમ ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરો. આ ખીરું છ કલાક તડકામાં રાખવું જેથી આથો આવે. ત્યારબાદ તેમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચા અને સોડા નાંખી ખીરાને ખૂબ જ હલાવવું. ઢોકળાંના કુકરમાં પાણી રેડી વરાળ આવે એટલે થાળીમાં થોડું ખીરું નાંખી ઉપર મરીનો ભૂકો ભભરાવવો. અને પાંચ મિનિટ માટે તેને વરાળમાં બફાવા દો અને ઠંડા પડે એટલે તેને શક્કરપારા આકારના કટકા કરવા પછી તેને લીલી ચટણી જોડે પીરસો.
ઇદડાને તમે ટામેટાનો સોસ કે લસણની ચટણી સાથે પણ લઇ શકો છો.
