Not Set/ ભાજપ કે કોંગ્રેસ પાસે નહીં પરંતુ બેંક બેલેન્સ મુદ્દે આ પાર્ટી છે માલામાલ

નવી દિલ્લી, જે પાર્ટી કે  ઉમેદવાર પાસે જેટલા વધારે નાણા હોય તે તેટલો જ વધારે ભવ્ય પ્રચાર કરી શકે છે. તે સમયે એ જોવાનું રસપ્રદ છે કે કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે. લોકસભા ચૂંટણી 2019 હવે ચરમસીમા પર પહોંચી છે.  સાત તબક્કાની આ ચૂંટણીનું પ્રથમ ચરણ 11 એપ્રિલે પૂર્ણ થયું છે. જોકે ચૂંટણીમાં જોવા […]

Top Stories India
political party ભાજપ કે કોંગ્રેસ પાસે નહીં પરંતુ બેંક બેલેન્સ મુદ્દે આ પાર્ટી છે માલામાલ

નવી દિલ્લી,

જે પાર્ટી કે  ઉમેદવાર પાસે જેટલા વધારે નાણા હોય તે તેટલો જ વધારે ભવ્ય પ્રચાર કરી શકે છે. તે સમયે એ જોવાનું રસપ્રદ છે કે કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે.

લોકસભા ચૂંટણી 2019 હવે ચરમસીમા પર પહોંચી છે.  સાત તબક્કાની આ ચૂંટણીનું પ્રથમ ચરણ 11 એપ્રિલે પૂર્ણ થયું છે. જોકે ચૂંટણીમાં જોવા મળે છે કે  જેની પાસે   જે પાર્ટી કે  ઉમેદવાર પાસે જેટલા વધારે નાણા હોય તે તેટલો જ વધારે ભવ્ય પ્રચાર કરી શકે છે. તે સમયે એ જોવાનું રસપ્રદ છે કે કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે.  જોકે જોવા મળ્યું કે  બેંક બેલેન્સ મામલે ભાજપા પાછળ છે.

ભાજપા પાસે છે ઓછું બેલેન્સ

દેશની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આ પાર્ટીએ  છેલ્લા પાંચ વર્ષમાં ઘણા રાજ્યોમાં સરકાર બનાવી છે અને તેથી લોકોને લાગે કે ભાજપા પાસે સૌથી વધુ બેંક બેલેન્સ હશે.  તો ભાજપનો આંકડો જોઈએ તો   ભાજપ પાસે 81 કરોડ, 82 લાખ 28 હજારથી વધુ રૂપિયા છે.  જેમાં 55,81, 860 રૂપિયા પાર્ટી પાસે કેશ છે.  પાર્ટીનો દાવો છે કે  તેણે 2017-18માં કમાયેલા કુલ 1027 કરોડમાંથી  758 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને તમને જણાવી દઈએ કે કોઈ પાર્ટી દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમમાં આ સૌથી ઓછો આંકડો છે.

આ છે કોંગ્રેસના હાલ

કોંગ્રેસની વાત કરીએ તો  કોંગ્રેસ દેશમાં સૌથી લાંબું શાસન કરનારી પાર્ટી છે.  આઝના તબક્કામાં ભાજપાના વિકલ્પ તરીકે કોંગ્રેસને જ જોવામાં આવે છે. એવામાં કોંગ્રેસનું બેલેન્સ જોવામાં આવે તો  કોંગ્રેસ પાંચ રાજ્યમા થયેલી ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં સરકાર બનાવી હતી. જોકે જીત બાદ બેલેન્સને ચૂંટણીપચમાં અપડેટ નથી કર્યું. કોંગ્રેસ કર્ણાટક ચૂંટણી બાદ ર્જે બેલેન્સ અપડેટ કર્યું તે અનુસાર પાર્ટી પાસે 196 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે.  આ બાબતમાં કોંગેસ સત્તારૂઢ ભાજપ કરતાં ઘણી આગળ છે.

આ છે બેંક બેલેન્સમાં નંબર વન પાર્ટી

બેંકે બેલેન્સની બાબતમાં કોંગ્રેસ તથા ભાજપાને પાછળ રાખીને  કઈ પાર્ટી બેંક બલેન્સમાં નંબર વન હશે તે જાણવાની સહેજે ઉત્સુકતા રહે. તો તમને જણાવી દઈએ  કે બેંક બેલેન્સના મામલે  માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી સૌથી આગળ છે. મયાપવતીની બસપાએ બેંક બેલેન્સ મુદ્દે બધાને પાછળ રાખી દીધા છે. 25 ફ્રેબુઆરીએ  ચૂંટણીપંચને માહિતી આપતા  બસપાએ જણાવ્યું કે  તેની પાસે 669 કરોડનું રૂપિયાનું બેલેન્સ છે. આ આંકડો ભાજપા કરતાં 8 કરોડ અને કોંગ્રેસ કરતા સાડા ત્રણ ગણો વધારે છે.

ઉલ્લેખનીય છે કે બસપા વર્ષ 2014ની ચૂંટણીમાં  પોતાનું ખાતું પણ નહોતુ ખોલાવી શકી.  અને મધ્યપ્રદેશમાં તે કોંગ્રેસને સરકારને સમર્થન આપી રહી છે.  તે સિવાય પાર્ટી ક્યાંય સત્તામાં નથી.  તેમ છતાં પાર્ટી બેંક બેલેન્સ મુદ્દે પાર્ટી સૌથી આગળ છે  તે ચોંકાવનારી બાબત છે.