Not Set/ લંડનમાં રહેતી આ મહિલા પોતાનું હ્રદય બેગમાં લઈને જીવે છે, જાણો કેમ ?

કુત્રિમ હ્રદય ગણાતું મશીન બે બેટરીથી સંચાલિત એક પ્રકારનું ડિવાઈસ છે. સલવા માટે હવે આ બે બેટરીઓ વાળું મશીન જ જીંદગી બની ગયું છે.

World Trending

શરીરમાં ધબકતુ હ્રદય જ માણસના જીવંત હોવાની નિશાની છે. દરેક વ્યક્તિનું હ્રદય પોતાના શરીરમાં હોય છે.  ત્યારે ઈસ્ટ લંડનમાં રહેતી 39 વર્ષીય મહિલા પોતાનું હ્રદય બેગમાં લઈને જીવે છે.

Britain's only woman to carry her heart in a backpack | Daily Mail Online

ઈસ્ટ લંડનમાં રહેતી 39 વર્ષની સલવા હુસેનના શરિરમાં હ્રદય જ નથી.  જી હા… તેનું હ્રદય તે બેગમાં રાખીને જીવે છે. તેના શરીરને લોહીનો પુરવઠો 7 કિલો વજન ધરાવતી બેટરીવાળા મશીનથી પુરો પાડવામાં આવી છે.  સલવા કુત્રિમ હ્રદય પોતાની બેગમાં લઈને ફરે છે.  તે ગમે ત્યા હરે ફરે હ્રદય ભરેલી બેગ તેની સાથે હોય છે.  સલવાને એક વર્ષ પહેલા હાર્ટ એટક આવ્યો હતો. અને તે દરમ્યાન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો. પરતું સલવા હુસેનની તબિયત સારી ન હોવાના કારણે તે શક્ય ન હતું. તેના સ્થાને આધુનિક ડિવાઈસ પર રાખીને જીવાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સલવાનો જીવ બચાવવા માટે  શરીરને કુત્રિમ હ્રદય પર ધબકતું  રાખવું  એ જ એક માત્ર ઉપાય બચ્યો હતો. કુત્રિમ હ્રદય ગણાતું મશીન બે બેટરીથી સંચાલિત એક પ્રકારનું ડિવાઈસ છે. સલવા માટે હવે આ બે બેટરીઓ વાળું મશીન જ જીંદગી બની ગયું છે. જે હંમશા તેની સાથે રહે છે. ડિવાઈસની બેટરી જો ઉતરી જાય તો માત્ર 90 સેકન્ડમાં જ  બદલવી પડે છે.  સલવાના છાતીમાં પાવર પ્લાસ્ટિક લગાવવામાં આવ્યાં જેમાંથી પંપ પાઈપ બહાર નિકળે છે. સલવા હુસેન બ્રિટનમાં શરીરમાં હ્રદય વિના જીવતી એક માત્ર વ્યક્તિ છે. લોકો નાની મોટી બીમારીમાં હતાશ થઈ જતા હોય છે પરતુ સલવા હંમેશા ખુશ મિજાજમાં રહે છે.

મશીન વડે શરીરને લોહીનો પુરવઠો આપવો એ એક સાયન્સ છે પરતું મહિલાનો આત્મવિશ્વાસ અને તેના જુસ્સાને સૌ કોઈ સલામ કહી રહ્યાં છે. પહાડ જેવી મુસીબત છતા સલવા હુસેન હિંમત હારી નથી.