Bhavnagar News/ ભાવનગર ગઢેચી પ્રોજેક્ટમાં હજારો લોકો થશે બેઘર

ભાવનગર શહેરના બોળતલાવ ના પૂર્વ ભાગમાં આવતી ગઢેચી નદીને મનપા શુદ્ધિકરણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

Top Stories Gujarat

Bhavnagar News : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી પ્રોજેક્ટની જાહેર કર્યા બાદ આ પ્રોજેક્ટમાં આવતા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ પાઠવી દેવામાં આવી છે અત્યાર સુધીમાં 800 જેટલી નોટિસ દેવામાં આવી છે. જોકે અગાઉ પણ અનેક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે વધુ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે નોકરીશું અપાઇ ગઈ છે પરંતુ આ ગેરકાયદેસર દબાવો હટાવવાના લઈને વિરોધ પક્ષ અને હજારો લોકો રોડ પર ઉતરશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શેરના કંસારા અધિકરણ પ્રોજેક્ટરને શરૂ કર્યા બાદ શહેરના વેસ્ટ વિયર નિકાલની ગઢેચી નદી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત બોલ તળાવ સોસાયટી થી કુંભારવાડા મોતી તળાવ સુધી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ અહીં આગળ વર્ષોથી સહાયક કરતા લોકોની વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે કોંગ્રેસના સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, જો મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા ડીમોલેશનમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

ભાવનગર શહેરના બોળતલાવ ના પૂર્વ ભાગમાં આવતી ગઢેચી નદીને મનપા શુદ્ધિકરણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગઢેચી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં હજારો મકાનો ડીમોલેશન કરવામાં આવશે. જેના ધોબી ઘાટમાં 500 ઉપરના મકાનો ડીમોલેશન કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રોજેકટ ને આગળ વધારતા વધુ 800 નોટિસ મકાન ધારકોને આપવામાં આવી છે. જેનો વિરોધ કરતા સ્થાનિકે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મકાન ડીમોલેશન કરે એનો કોઈ વાંધો નથી પરંતુ અહીંયા વસતા ગરીબ લોકો મજૂરી કરે છે અને જીવન ગુજારે છે ત્યારે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગ રૂપે મકાન આપે અથવા બીજે જમીન ફાળવે નહિતર કલેકટર કચેરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

ગઢેચી નદી વિસ્તારના 800 જેટલાં મકાન ધારકોને નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. ત્યારે મહાનગર પાલિકાના મેયર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મેયર ભરત બારડ દ્વારા જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં લોકો પોતની મિલ્કતનો ટેક્ષ મનપાને ભરપાઈ કરવામાં આવે છે. જ્યારે મફતનગર વિસ્તારમાં રહેતા લોકો ટેક્ષ ભરતા નથી અને જો કોઈ ટેક્ષ ભરતા હોય તો મનપા કઈ કરી ન શકે તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્યારે આ વિસ્તારમાં પણ મોટા ભાગના લોકો ટેક્ષ ભરે છે. તો શુ તે લોકોને મકાન પાડવામાં નહિ આવે ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાંથી બોગસ ચલણી નોટો સાથે ઝડપાયો શખ્સ પેટલાદના સિલવાઈ ખાતેથી એક શખ્સની ધરપકડ આરોપી પાસેથી 100ના દરની 8 નોટો ઝડપાઈ બોગસ ચલણી નોટો છાપતો

આ પણ વાંચો: સુરતમાંથી ઝડપાયું નકલી નોટ છાપવાનું કારખાનું, નવ લાખની કિંમતની નકલી નોટો મળી

આ પણ વાંચો: નકલી ચલણી નોટોની એન્ટ્રીનો મામલો, નોટ મગાવનાર આરોપીની કરાઈ ધરપકડ, સમગ્ર કૌંભાડનો પર્દાફાશ