સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. નદીમાં ડુબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા દોડધામ મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં અવારનવાર નહાવા પડેલા બાળકોના ડુબી જવાથી અકાળે મોતને ભેટવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
નદીમાં ડુબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા દોડધામ મચી જવા પામી હતી. જ્યારે એક બાળકને આસપાસના લોકોએ જીવના જોખમે બચાવી લઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ગોઝારી ઘટનામાં અંદાજે 12 થી 14 વર્ષના ત્રણ બાળકો ભોગાવો નદીમાં રમવા ગયા હતા તે દરમિયાન ડૂબ્યાં હોવાની ચર્ચાઓએ સુરેન્દ્રનગરમાં જોર પકડ્યું છે. જેમાં બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વઢવાણના ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબી ગયા બાદ બે બાળકોના નદીમાં ડૂબી જવાથી અકાળે મોતની ઘટનાની લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનાથી મૃતક બાળકોના પરિવારજનોએ ભારે રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
