પશ્ચિમ બંગાળ/ પશ્ચિમ બંગાળમાં થયેલા બ્લાસ્ટમાં ટીએમસીના નેતા સહિત ત્રણના મોત

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં બે લોકો ઘાયલ પણ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

India
Blast bengal પશ્ચિમ બંગાળમાં થયેલા બ્લાસ્ટમાં ટીએમસીના નેતા સહિત ત્રણના મોત

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં બે લોકો ઘાયલ પણ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અર્જુન નગરમાં TMCના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, પૂર્વ મેદિનીપુરના કાંઠીમાં સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીની રેલી યોજાવાની છે. કાંઠી ભાજપના નેતા સુવેન્દુ અધિકારીનો ગઢ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કાંઠીના ભગવાનપુર-2 બ્લોકના ભૂપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અર્જુનનગર ગ્રામ પંચાયતના નારાયવિલા ગામમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. મૃતકોમાં TMC નેતા રાજકુમાર મન્ના પણ સામેલ છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા અન્ય બે લોકો દેવકુમાર મન્ના અને બિસ્વજીત ગાયન છે. રાજકુમાર અને દેવકુમાર બંને ભાઈઓ છે. ભાજપના નેતાઓએ આ અંગે કહ્યું કે ટીએમસી નેતાઓના ઘરે બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે, તેથી જ બ્લાસ્ટ થયો છે. જો કે વિસ્ફોટની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

Mathura/ મથુરામાં ગરમાયો માહોલઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ શાહી ઇદગાહ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠની મંજૂરી માંગી

GOOGLE/ હું જ્યાં જઉં છું ત્યાં ભારત મારી સાથે જ હોય છેઃ ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ