Jan Samarth Portal/ હવે એક જ પોર્ટલ પર મળશે તમામ સુવિધાઓ, સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે ‘જન સમર્થ’ પોર્ટલ

કેન્દ્રની મોદી સરકાર દેશમાં ડિજિટલાઈઝેશન પર ઘણો ભાર આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે તમામ સરકારી યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવે.

Top Stories India
government

કેન્દ્રની મોદી સરકાર દેશમાં ડિજિટલાઈઝેશન પર ઘણો ભાર આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે તમામ સરકારી યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવે. આની મદદથી લોકો કોઈપણ મુશ્કેલી વિના યોજનાનો લાભ લઈ શકશે.

આવી સ્થિતિમાં સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અને અલગ-અલગ પોર્ટલ પર લોગિન કરવાની ઝંઝટને દૂર કરવા કેન્દ્રની મોદી સરકારે એક કોમન પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પોર્ટલનું નામ ‘જન સમર્થ’ છે. આ પોર્ટલ દ્વારા તમે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ‘જન સમર્થ પોર્ટલ’ દ્વારા પહેલા તબક્કામાં લગભગ 15 સરકારી યોજનાઓને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. આમાં મોટાભાગની સરકારી યોજનાઓ દેવા સાથે જોડાયેલી છે. આ સાથે સરકાર લઘુત્તમ સરકાર મહત્તમ શાસનની તર્જ પર કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના ઘણા જુદા જુદા મંત્રાલયોએ સાથે મળીને કામ કરવું પડશે.

સરકાર આ પોર્ટલ દ્વારા તમામ સરકારી યોજનાઓને er પોર્ટલ પર લાવવા માંગે છે. આનાથી લાભાર્થીઓને પોર્ટલ સુધી પહોંચવામાં સરળતા રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ પોર્ટલનું પાયલોટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેની સફળતા બાદ તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: સરકારે શરૂ કરી PM કિસાન યોજના જેવી યોજના, દર મહિને મળશે 2000 રૂપિયા