રાજપીપળા/ જાણો,મનસુખ વસાવાએ જાહેરમાં કોને લલકાર્યા

ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જાહેરમાં વિરોધીઓને અને ખોટી સોસીયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકોની ઝાટકણી કાઢી હતી.

Top Stories Gujarat Others
મનસુખ વસાવા

વસિમ મેમણ

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત ચાર પર વનવિભાગના કર્મીએ કરેલી પોલીસ ફરિયાદને આધારે છેલ્લા એક મહીંથી ડેડીયાપાડા વિસ્તારમા રાજકારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અને જેમાં ધારાસભ્ય હજુ ભૂગર્ભમાં હોય તેમના સમર્થકો દ્વારા આ ખોટી ફરિયાદ છે અને સરકાર ચૈતર વસાવાથી ડરે છે એવા અનેક ટિપ્પણીઓ દ્વારા જાહેર કાર્યક્રમો અને સોસીયલ મીડિયા પર પણ ગરમાવો જોવા મળે છે ત્યારે  તાજેતરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થક એક મહિલાએ ધારાસભ્યની આ ફરિયાદ માટે સાંસદ મનસુખ વસાવાને સોસીયલ મીડિયા પાર જવાબદાર ઠેરવી ટિપ્પણી કરતા ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જાહેરમાં વિરોધીઓને અને ખોટી સોસીયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકોની ઝાટકણી કાઢી હતી.

ડેડીયાપાડાના ગંગાપુર ખાતે સાંસદ મનસુખ વસાવા એ જાહેર મંચ પરથી જણાવ્યું કે ફોરેસ્ટના કર્મી ઓ એ ફરિયાદ નોંધાવી છે કોઈના દબાણમાં નથી લખાવી અમે કોઈથી ડરી ગયા નથી જેને લડવું હોય તે મેદાનમાં આવે કહી સ્પષ્ટતા કરી હતી કે મારામારી અને ફરિયાદ એ ઘટના છે, સરકાર ને કોઈ લેવાદેવા નથી અને જો ચૈતર નિર્દોસ છે તો કેમ છુપાઈને ફરે છે સામે આવે અને પુરાવા આપે, કહી સોસોયલ મીડિયા પર કરનાર ટિપ્પણીઓ સામે જવાબ આપ્યો હતો.

આ સાથે રાજકીય વિરોધી પાર્ટીના નેતાના નામ જોગ જાહેર મંચ પરથી એલાન કરી કહ્યું કે લડવું હોય તો મેદાનમાં આવો નહીતો આમઆદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રાખજો લોકસભામાં કેટલા મતો મળે છે તે ખબર પડશે કહી સોસીયલ મીડિયા માં ટિપ્પણી ના કરી  મેદાનમાં આવવા હાંકલ કરી હતી. આવી રાજકીય વાતો વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સમાજને દુષણો માંથી મુક્ત કરવા વ્યસનો છોડવા શિક્ષણ વધારવા આદિવાસી સમાજની બહેનો ને પણ વ્યક્તિગત મળીને વિનંતી કરી હતી કે વ્યસન છોડી બાળકોને ભણાવો.


whatsapp ad White Font big size 2 4 જાણો,મનસુખ વસાવાએ જાહેરમાં કોને લલકાર્યા


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા