અકસ્માત/ ચીનની બોર્ડર નજીક ટ્રક ખાડામાં પડતાં ત્રણ સૈનિકોના મોત, ત્રણની હાલત ગંભીર

ટ્રક 600 ફુટ ઉંડા ખાડામાં પડી ગઇ હતી ,ઇજાગ્રસ્ત સૈનિકોને સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

India

પૂર્વ સિક્કિમમાં બુધવારે આર્મીના જવાનોને લઈને ભરેલી એક ટ્રક ખાડામાં પડી જતા ત્રણ સૈનિકો માર્યા ગયા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ન્યૂ જવાહરલાલ નહેરુ રોડ પર બની હતી. તેમણે કહ્યું કે આ માર્ગ ગંગટોકને ભારત-ચીન સરહદ નજીક સોમગો તળાવ અને નાથુલા સાથે જોડે છે.

આ ટ્રક કુમાઉ રેજિમેન્ટના છ સૈનિકોને લઇને ગંગટોક તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે 600 ફૂટ ઉંડા ખાડામાં પડી હતી. ડ્રાઇવર અને અન્ય બે સૈનિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અધિકારીએ જણાવ્યું હતું કે લશ્કર, બીઆરઓ, પોલીસ અને સ્થાનિક લોકોએ ખરાબ હવામાન વચ્ચે નિવાસી વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી અને ત્રણ ઇજાગ્રસ્ત સૈનિકોને ગંગટોકની આર્મી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી તેઓને પશ્ચિમ બંગાળના સિલિગુરી ખસેડવામાં આવ્યા છે.