તમિલનાડુ. બિહાર, અરૂણાચલ મેઘાલયને મળવા જઈ રહ્યાં છે નવા રાજ્યપાલ. રામનાથ કોવિંદ દ્વારા બનવારી લાલ પુરોહિતને શનિવારે તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં જ્યારે સત્યપાલ મલિક બિહારના નવા રાજ્યપાલ તરીકે પદભાર સંભાળશે.
જગ્દીશ મુખી અસમના રાજ્યપાલ તરીકે પુરોહિતનુંં સ્થાન લેવા જઈ રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયના રાજ્યપાલ તેમજ અંદમાન નિકોબાર દ્વિપના ઉપરાજ્યપાલ સહિત પાંચ રાજ્યપાલોની નિયુક્તિની ઘોષણા કરવામાં આવી છે.
