વિધાનસભા ચૂંટણી/ આમ આદમી પાર્ટી હવે આ રાજ્યમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું કે તે નવેમ્બર 2022 હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 68 બેઠકો પર ચૂંટણી લડશે

Top Stories India
aappppp આમ આદમી પાર્ટી હવે આ રાજ્યમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીએ હવે હિમાચલ પ્રદેશમાં પણ પોતાની રાજકીય જમીન શોધવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું કે તે નવેમ્બર 2022 હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 68 બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે તે છઠ્ઠું રાજ્ય બનશે જ્યાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. અગાઉ તે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત અને ગોવામાં ચૂંટણી લડી રહી છે.

આમ આદમી પાર્ટી હિમાચલ પ્રદેશના પ્રભારી રત્નેશ ગુપ્તાએ સોમવારે કહ્યું કે પાર્ટી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 68 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત અને ગોવા પછી આ છઠ્ઠું રાજ્ય છે જ્યાં AAP વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.