Not Set/ દેશમાં કોરોના સંક્રમિતોનો આંક પહોંચ્યો 84.62 લાખ, છેલ્લા 24 કલાકમાં…

છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં કોવિડ-19 નાં 50,356 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 84 લાખ 62 હજાર 080 થઈ ગઈ છે.

India
sss 40 દેશમાં કોરોના સંક્રમિતોનો આંક પહોંચ્યો 84.62 લાખ, છેલ્લા 24 કલાકમાં...

છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં કોવિડ-19 નાં 50,356 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 84 લાખ 62 હજાર 080 થઈ ગઈ છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 53,920 દર્દીઓ ઠીક થયા છે, જ્યારે 577 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 78 લાખ 19 હજાર 886 કોરોના દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોના રિકવરી દર વધીને 92.41 ટકા થયો છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 6.1% છે. દેશમાં કોરોના મૃત્યુ દર પણ 1.48% છે. આ ઉપરાંત, પોઝિટિવિટી રેટ 4.52% નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, દેશભરમાં કોરોનાથી થયેલા કુલ મોતની સંખ્યા 1,25,562 છે. દેશમાં સંક્રમિત કુલ 5,16,632 સક્રિય દર્દીઓ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 11,13,209 સેમ્પલોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં દેશભરમાં કુલ 11 કરોડ 65 લાખ 42 હજાર 304 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નવેમ્બરનાં પહેલા અઠવાડિયામાં એટલે કે છેલ્લા સાત દિવસોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા બે વાર 50 હજારથી ઉપર રહી છે, જ્યારે ચાર વખત આ સંખ્યા 45 હજારને પાર કરી ગઈ છે. અગાઉ, 5 નવેમ્બરનાં રોજ, દેશભરમાં કોરોનાનાં 50,210 નવા દર્દીઓ આવ્યા હતા, પરંતુ બીજા જ દિવસે તેની સંખ્યા ઘટીને 47, 638 થઈ હતી. પરંતુ આજે ફરી નવા દર્દીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ ગઈકાલે રેકોર્ડ 7,000 નવા દર્દીઓ સામે આવ્યા છે.