Not Set/ TikTok ને લઇને હવે મુકેશ ખન્ના બોલ્યા, ચાઈનીઝ વાયરસ છે નિકાળો તેને દેશમાંથી

યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે. લોકો આજે ટિકટોક, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બાકીનાં પ્લેટફોર્મ વચ્ચે વહેંચાયેલા છે. ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનાં ‘એસિડ એટેક‘ને પ્રોત્સાહન આપતા એક વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે. ટિકિટોકનાં રેટિંગ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બોલિવૂડનાં ઘણા સેલેબ્સે આ એપનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. […]

Uncategorized
1c56957845976f5bb3c84fba4c0716ac TikTok ને લઇને હવે મુકેશ ખન્ના બોલ્યા, ચાઈનીઝ વાયરસ છે નિકાળો તેને દેશમાંથી

યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે. લોકો આજે ટિકટોક, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બાકીનાં પ્લેટફોર્મ વચ્ચે વહેંચાયેલા છે. ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનાં એસિડ એટેકને પ્રોત્સાહન આપતા એક વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે. ટિકિટોકનાં રેટિંગ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બોલિવૂડનાં ઘણા સેલેબ્સે આ એપનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. અને હવે આ યાદીમાં મુકેશ ખન્નાનું નામ પણ સામેલ થઈ ગયું છે. મુકેશ ખન્નાએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આ એપનાં યૂઝર્સને ગુસ્સામાં કઇક કહેતા જોવા મળી રહ્યા છે.

મુકેશ ખન્ના કહે છે કે આ એપ પર સમય પસાર કરવા સિવાય આપણા જીવનમાં ઘણું કરવાનું છે. મને ખુશી છે કે આ ચાઇનીઝ વાયરસ (એટલે ​​કે આ એપ્લિકેશન) આપણા દેશની બહાર નિકળી રહી છે અને તેનું રેટિંગ 4.5 થી 1.3 રહી ગયુ છે. હું ખુશ છું કે લોકો આ એપ્લિકેશનમાંથી તેમના એકાઉન્ટ્સ કાઢી રહ્યા છે. યુવાનોને નષ્ટ થતા બચાવવા આ અભિયાનમાં જોડાઓ.

મુકેશે લખ્યું છે કે, ટિકટોક-ટિકટોક ઘડિયાળમાં તે સાંભળવું આનંદકારક છે. પરંતુ આજની યુવા પેઢી માટે, ઘર-મોહલ્લા-શેરી-ચાર રસ્તાઓ પર થોડી ક્ષણોની ખ્યાતિ મેળવવા માટે, સુર-બેસુરમાં ટિકટોક કરવુ એ મૂર્ખતાની નીશાની જણાય છે. કોરોના એ ચાઇનીઝ વાયરસ છે. પરંતુ તે જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ટિકટોક પણ તે જ બિરાદરીનું છે. ટિકટોક એ ફાલતુ લોકોનું કામ છે. અને આ તેમને વધુ ફાલતુ બનાવશે. આજનાં યુવા યુગમાં આ અધમ વીડિયો દ્વારા અશ્લીલતા ઘૂસી રહી છે. તે બંધ થવું જ જોઈએ. મને આનંદ છે કે તેને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. હું આ અભિયાન સાથે છું.

View this post on Instagram

टिक टोक टिक टोक घड़ी में सुनना सुहावना लगता है। लेकिन आज की युवा पीढ़ी का घर मोहल्ले सड़क चौराहे पर चंद पलों की फ़ेम पाने के लिए सुर बेसुर में टिक टोक करना बेहुदगी का पिटारा लगता है।कोरोना चायनीज़ वाइरस है ये सब जान चुके हैं।पर टिक टोक भी उसी बिरादरी का है ये भी जानना ज़रूरी है। टिक टोक फ़ालतू लोगों का काम है।और ये उन्हें और भी फ़ालतू बनाता चला जा रहा है।अश्लीलता, बेहुदगी, फूहड़ता घुसती चली जा रही है आज के युवाओं में इन बेक़ाबू बने विडीओज़ के माध्यम से। इसका बंद होना ज़रूरी है।ख़ुशी है मुझे कि इसे बाहर का रास्ता दिखाया जा रहा है।मैं इस मुहिम के साथ हूँ।

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.