આંધપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલ ભગવાન વેકટેશ્વરનું સ્થાન તિરૂમાલા જ ભગવાન હનુમાનનું જન્મ સ્થળ છે. તેવો દાવો તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાને કર્યો છે. આ આંગે ઐતિહાસિક અને પ્રાસંગિક સાબીતી રજૂ કરવામાં આવશે.
ઉગાદી ઉત્સવના દિવસે એટલે કે 13 એપ્રિલે એક પુસ્તકમાં દસ્તાવેજ રજૂ કરવામાં આવશે. અંજનાદ્રી તિરૂમાલાની સાત પહાડીઓમાંથી એક છે. અંજનાદ્રીને ભગવાન હનુમાનનું જન્મ સ્થળ ગણવામાં આવે છે.
હનુમાનજી અજનાદ્રીમાં જન્મયાં હતાં. જે તિરૂમાલાના સાત પહોડોમાંથી એક છે. સમિતિએ રેડ્ડી સાથે મીટીંગમાં ટીડીડીને રિપોર્ટ સોંપ્યો હતો
મંદિરના કાર્યકારી અધિકારી કે.એસ.જવાહર રેડ્ડીએ કહ્યું કે અમે આ વાતને સાબિત કરવાં માટે સમિતિનો અહેવાલ પુસ્તકમાં રજૂ કરીશું, કે ભગવાન હનુમાનજી અજનાદ્રીમાં જન્મયાં હતાં. જે તિરૂમાલાના સાત પહોડોમાંથી એક છે. સમિતિએ રેડ્ડી સાથે મીટીંગમાં ટીડીડીને રિપોર્ટ સોંપ્યો હતો.
અયોધ્યાથી દક્ષિણ યાત્રા કરનાર ભગવાન રામ કદાચ તિરૂમાલામાં ભગવાન હનુમાનને મળ્યા હશે
ભગવાન રામના માર્ગના સંશોધન કરવા માટે અનેક સંશોધનકર્તાઓએ સંશોધન કર્યા છે. સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે રામેશ્વરના રસ્તે શ્રીલંકામાં પ્રવેશકરતાં પહેલા અયોધ્યાથી દક્ષિણ યાત્રા કરનાર ભગવાન રામ કદાચ તિરૂમાલામાં ભગવાન હનુમાનને મળ્યા હશે.
