હત્યા/ બંગાળમાં TMCના નેતાની ગોળી મારીને કરવામાં આવી હત્યા,અન્ય બે લોકોને પણ વાગી ગોળી

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના નેતા સ્વપન માઝીની ગુરુવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણાની છે.

Top Stories India

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના નેતા સ્વપન માઝીની ગુરુવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણાની છે. જેમાં ટીએમસી નેતાની સાથે અન્ય બે લોકોને પણ ગોળી વાગી છે. આ ઘટના આજે સવારે કેનિંગમાં બની હતી.

સ્થાનિક ટીએમસી નેતા સ્વપન માઝી તેના બે સાથીઓ સાથે બાઇક દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી બુલેટના શેલ અને બોમ્બ મળી આવ્યા છે.