Political/ TMC સાસંદે ‘રાષ્ટ્રગાન યોગ્ય રીતે નહીં ગાવા’ બદલ BJP ને લીધી આડેહાથ

તૃણમૂલ કોંગ્રેસનાં લોકસભાનાં સાંસદ અભિષેક બેનર્જીએ રવિવારે કોલકાતાનાં હાવડા ડુમુરજલા સ્ટેડિયમ ખાતે એક રેલીમાં ભાજપનાં નેતાઓને ‘રાષ્ટ્રગાન યોગ્ય રીતે નહીં ગાવા’ બદલ ટીકા કરી હતી.

India

તૃણમૂલ કોંગ્રેસનાં લોકસભાનાં સાંસદ અભિષેક બેનર્જીએ રવિવારે કોલકાતાનાં હાવડા ડુમુરજલા સ્ટેડિયમ ખાતે એક રેલીમાં ભાજપનાં નેતાઓને ‘રાષ્ટ્રગાન યોગ્ય રીતે નહીં ગાવા’ બદલ ટીકા કરી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજાએ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ક્લિપ શેર કરતા કહ્યું કે, “દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો પ્રચાર કરનારાઓ પણ આપણું રાષ્ટ્રગાન બરાબર ગાઇ શકતા નથી. આ એક એવો પક્ષ છે જે દેશનાં સન્માન અને ગૌરવને જાળવી રાખવાનો દાવો કરે છે.” તેને ‘રાષ્ટ્રવિરોધી’ કૃત્ય ગણાવતા પશ્ચિમ બંગાળનાં શાસક પક્ષનાં નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પાસેથી ‘માફી’ ની માંગણી કરી છે. તેમણે સવાલ પૂછ્યો, “શું મોદી, શાહ અને ભાજપ આ દેશ વિરોધી કૃત્ય માટે માફી માંગશે?”

શનિવારે પશ્ચિમ બંગાળનાં પૂર્વ વન પ્રધાન રાજીવ બેનર્જી, બેલીનાં ધારાસભ્ય વૈશાલી ડાલમિયા, ઉત્તરપરાનાં ધારાસભ્ય પ્રવીર ઘોષાલ, હાવડાનાં પૂર્વ મેયર રતિન ચક્રવર્તી અને બાંગ્લા અભિનેતા રૂદ્રનીલ ઘોષ શનિવારે ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ, સુવેન્દુ અધિકારી, પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય, મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા મંચ પર હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ હતુ.

Political / AAP ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ બેઘર લોકો માટે ‘મિશન સહારા’ શરૂ કર્યું

Covid-19 / ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત

Political / હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો