Bollywood/ દર વર્ષની પરંપરા જાળવી રાખવા શિલ્પા શેટ્ટીએ આ વખતે પણ ઘરે નાસ્તો બનાવ્યો ….

દિવાળી પહેલા ઘરમાં તીખી પૂરી, ફરસી પૂરી, સેવ, મઠિયા, ઘૂઘરા, શક્કરપારા, ચેવડો વગેરે જેવા નાસ્તા તેમજ મોહનથાળ, બેસનના લાડુ જેવી મીઠાઈ બનતી હોય છે

Entertainment
Untitled 50 દર વર્ષની પરંપરા જાળવી રાખવા શિલ્પા શેટ્ટીએ આ વખતે પણ ઘરે નાસ્તો બનાવ્યો ....

સમગ્ર દેશમાં દિવાળીના  તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ તો છે જ સાથે જ આ તહેવાર દરમિયાન ભાતભાતના નાસ્તા અને વાનગીઓ આરોગવાની મજા જ કંઈક અલગ હોય છે. દિવાળી પહેલા ઘરમાં તીખી પૂરી, ફરસી પૂરી, સેવ, મઠિયા, ઘૂઘરા, શક્કરપારા, ચેવડો વગેરે જેવા નાસ્તા તેમજ મોહનથાળ, બેસનના લાડુ જેવી મીઠાઈ બનતી હોય છે. સામાન્ય લોકોની જેમ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે દિવાળીનો નાસ્તો બનાવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાના ઘરે બનેલા દિવાળીના નાસ્તાની ઝલક બતાવી છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે વિડીયો શેર કર્યા છે. જેમાં એક મોટી થાળીમાં વિવિધ નાસ્તો અને મીઠાઈ જોઈ શકાય છે.

Instagram will load in the frontend.

વિડીયોમાં શિલ્પા શેટ્ટી કહે છે કે, અમે અમારી દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આ વખતે પણ ઘરે નાસ્તો બનાવ્યો છે. શક્કરપારા, ઘૂઘરા, સેવ, કાજુ કતરી અને બેસનની બરફી ઘરે બનાવી છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટી કહે છે કે, બેસન બરફી તેની મનપંસદ છે. બાદમાં શિલ્પા દીકરી સમિષાને પણ બતાવે છે અને તેને હેપી દિવાળી કહે છે. સમિષાને પૂછે છે કે, તેને શું જોઈએ છે? સમિષાએ ઈશારો કરતાં શિલ્પા તેને ઘૂઘરો આપે છે. આ પરથી અંદાજો લગાવી શકાય કે શિલ્પાની નાનકડી દીકરીને ઘૂઘરો પસંદ છે.

શિલ્પા શેટ્ટી દરેક તહેવારને રિવાજો પ્રમાણે ઉજવે છે અને તેની ઝલક પણ ફેન્સને બતાવતી રહે છે. શિલ્પા શેટ્ટીએ ધનતેરસે પોતાની એક તસવીર શેર કરીને ફેન્સને ધનતેરસની શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે લખ્યું હતું, “પ્રકાશના પર્વની શરૂઆત થઈ છે ત્યારે તમારું જીવન હકારાત્મકતા, ખુશીઓ, કૃતજ્ઞતા, પ્રેમ અને સ્મિતથી પ્રજ્વલિત થાય. ધનતેરસની શુભેચ્છા. હેપી દિવાળી. સ્વસ્થ રહો, ખુશ રહો.”