છેતરપિંડી/ શિલ્પા શેટ્ટીની માતા સુનંદા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર, બિઝનેસમેને લગાવ્યો આ આરોપ 

મુંબઈની એક કોર્ટે મંગળવારે શિલ્પા શેટ્ટીની માતા વિરુદ્ધ 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાના કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

Trending Entertainment
સુનંદા

શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલીઓનો સમય સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. તેનો પતિ રાજ કુન્દ્રા થોડા મહિના પહેલા જેલમાંથી છૂટયો હતો અને હવે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈની એક કોર્ટે મંગળવારે શિલ્પા શેટ્ટીની માતા વિરુદ્ધ 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાના કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાને શિલ્પા, તેની માતા સુનંદા અને બહેન શમિતા શેટ્ટીને લોનની ચુકવણી માટે એક વેપારી દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં સમન્સ જારી કર્યા હતા.

આપને જણાવી દઈએ કે શેટ્ટી પરિવારે સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે, સેશન્સ જજ એઝેડ ખાને શિલ્પા અને શમિતા વિરુદ્ધ મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ તેની માતાને કોઈ રાહત આપી ન હતી. કોર્ટે કહ્યું હતું કે શિલ્પાના પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેની પેઢીમાં ભાગીદાર હતા, જ્યારે તેની પુત્રીઓ પણ ભાગીદાર હતી અને લોન સાથે તેમને કોઈ લેવાદેવા છે તે દર્શાવવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં સુનંદા શેટ્ટી અને તેની બે દીકરીઓ શિલ્પા અને શમિતા વિરુદ્ધ એક બિઝનેસમેને જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બિઝનેસમેને દાવો કર્યો હતો કે શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટીએ 2015માં લોન લીધી હતી. તેણે જાન્યુઆરી 2017માં તેની ચૂકવણી કરવાની હતી. પરંતુ શેટ્ટી પરિવારે પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેણે ત્રણેય સામે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ મેસર્સ Y&A લીગલ દ્વારા નોંધાવી હતી.

25 માર્ચે સુનાવણી ધરાશે હાથ

Y&A લીગલના વકીલ જૈન શ્રોફે, ફરિયાદી પરહદ અમરા માટે હાજર થતાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે મંગળવારે સુનંદા શેટ્ટીને હાજર રહેવામાંથી મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો. તેણી આજે પણ કોર્ટમાં હાજર રહી ન હતી અને તેની સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. અમરાએ આરોપ લગાવ્યો છે કે સુરેન્દ્ર શેટ્ટીએ 2015માં તેની પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને તે જાન્યુઆરી 2017 સુધીમાં ચૂકવવાના હતા, પરંતુ હજુ સુધી ચૂકવ્યા નથી. આ મામલે આગામી સુનાવણી 25 માર્ચે થશે.

આ પણ વાંચો : ‘કાશ્મીર ફાઈલ’ સંઘ પરિવારે નફરત પેદા કરવા માટે બનાવી હતી? આ જવાબ વિવેકે આપ્યો

આ પણ વાંચો :આલિયા ભટ્ટે તેના જન્મદિવસ પર ચાહકોને આપી ટ્રીટ, બ્રહ્માસ્ત્રમાંથી ફર્સ્ટ લુક કર્યો શેર

આ પણ વાંચો :નીના ગુપ્તાએ બોલ્ડ ડ્રેસ પહેરીને શેર કર્યો વીડિયો, ટ્રોલ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ 

આ પણ વાંચો : કપિલ શર્માએ લીધો ચેનથી શ્વાસ, અનુપમ ખેરે ખુલાસો કર્યો – મેં શોમાં જવાની…