Not Set/ ઓટો એક્સપો 2020 નો આજે અંતિમ દિવસ, જુઓ આ શાનદાર ભવિષ્યની કાર

દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં ઓટો એક્સ્પો 2020 ચાલી રહ્યો છે, જે 7 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. આજે એશિયાનાં સૌથી મોટા ઓટો એક્સપોનો અંતિમ દિવસ છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે પસંદ કરેલી કારની સૂચિ લઈને આવ્યા છીએ, જે જો તમે જોયું ન હોય તો, તમને ચોક્કસ પચ્છતાવો થશે. ચાલો તેમના વિશે જાણીએ. ટાટા […]

Tech & Auto
Mahindra Funster Concept dashboard Auto Expo 2020 ઓટો એક્સપો 2020 નો આજે અંતિમ દિવસ, જુઓ આ શાનદાર ભવિષ્યની કાર

દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં ઓટો એક્સ્પો 2020 ચાલી રહ્યો છે, જે 7 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. આજે એશિયાનાં સૌથી મોટા ઓટો એક્સપોનો અંતિમ દિવસ છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે પસંદ કરેલી કારની સૂચિ લઈને આવ્યા છીએ, જે જો તમે જોયું ન હોય તો, તમને ચોક્કસ પચ્છતાવો થશે. ચાલો તેમના વિશે જાણીએ.

ટાટા સીએરા ઇવી કોન્સેપ્ટ:

Image result for Tata Sierra EV Concept

ટાટાએ ઓટો એક્સ્પોમાં પ્રથમ સીએરા ઇવી કોન્સેપ્ટ કાર લોન્ચ કરી હતી. આ કાર 1991 માં લોન્ચ કરવામાં આવેલી ટાટા સીએરા એસયુવીથી ડિઝાઇન કરવામાં આવી છે. કારની પાછળનાં ભાગમાં મોટો વિંડો ગ્લાસ અને સ્લાઇડિંગ દરવાજા તેના મુખ્ય આકર્ષણો છે.

મારુતિ સુઝુકી ફ્યુચરો-ઈ:

Image result for Maruti Suzuki Future-e

ઓટો એક્સ્પોનાં પહેલા જ દિવસે મારુતિએ કારનું અનાવરણ કર્યું હતું. આ કાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પાવરટ્રેન વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેને ફ્યુચર-એસ પ્લેટફોર્મ પર મારુતિ દ્વારા બનાવવામાં આવેલ છે, જેના પર કંપની ભવિષ્યની કાર બનાવશે.

રેનોલ્ટ સિમ્બિયોઝ:

Image result for Renault Symbios:

તે એક ઓટોમેટિક ડ્રાઇવરલેસ કાર હશે જેને ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર નહી પડે. આ કારમાં ચારે બાજુ આરામદાયક બેઠકો હશે. કારની અંદરનું વાતાવરણ ઘર જેવું હશે. કંપનીએ આ કોન્સેપ્ટ કાર રજૂ કરીને ભવિષ્યની કોન્સેપ્ટ કારની ઝલક બતાવી છે.

હ્યુન્ડાઇ કાઇટ કોન્સેપ્ટ:

Image result for Hyundai kite concept

હ્યુન્ડાઇ કાઇટ એક અનોખી કોન્સેપ્ટ બગી કાર છે. આ કારમાં છત, દરવાજા અને બારી નથી. આ કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને રસ્તા અને પાણી બંને પર ચલાવી શકાય. જુઓ આ શાનદાર કારની ઝલક.

હ્યુન્ડાઇ એલિવેટ:

Image result for Hyundai Elevate

હ્યુન્ડાઇ એલિવેટ એ ભવિષ્યની કાર છે, તેને વોકિંગ કાર પણ કહેવામાં આવે છે. આ કારનો ઉપયોગ ભૂકંપ, પૂર, આગ જેવી કુદરતી આફતોમાં લોકોને મદદ કરવા માટે થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.