નવરાત્રિ/ આજે સાતમી નવરાત્રી, કરો માતા કાળરાત્રિની પૂજા

દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ હોય છે. તેમના વાળ વિખરાયેલા અને તેમના ગળામાં વિધુતની માળા છે. તેમના ચાર હાથ છે.

Dharma & Bhakti

નવરાત્રિમાં માતા કાળરાત્રિ ની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. એવી માન્યતા છે કે માતા દુર્ગાએ અસુરોના વધ માટે દેવી કાળરાત્રિનું સ્વરૂપ લીધુ હતું. તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે. દેવી દુર્ગાએ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજથી તેમને ઉત્પન્ન કર્યા હતાં. શાસ્ત્રોમાં માતા કાળરાત્રિની પૂજાને શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ જ કારણે તેમને શુભંકારી પણ કહે છે. એવી માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધા દૂર થાય છે.

દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ હોય છે. તેમના વાળ વિખરાયેલા અને તેમના ગળામાં વિધુતની માળા છે. તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે. તેમના ત્રણ નેત્ર છે  તથા તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. કાળરાત્રિનું વાહન ગર્દભ (ગધેડો) છે.

નવરાત્રિના સાતમા દિવસે માતા  કાળરાત્રિની પૂજા થાય છે. આ દિવસે માતાને ખીચડી, પાપડ અને રસગુલ્લાનો ભોગ ચઢાવો. માતા ખુબ પ્રસન્ન થશે. આ ઉપરાંત નારિયેળના લાડુનો ભોગ પણ ચઢાવી શકાય છે.