આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે/ અમદાવાદીઓ તમે તમારા અમદાવાદના આ મ્યુઝિયમ જોયા છે કે નહીં?

માતાપિતા તેના બાળકોને લઈને આ મ્યુઝિયમમાં જશે તો આવતી પેઢી મ્યુઝિયમનું મહત્વ સમજશે અને ઇતિહાસને જાણી શકશે. જેમ મુલાકાતીઓ વધશે તેમ મ્યુઝિયમની જાળવણી પણ વધતી જશે.

Ahmedabad Gujarat
અમદાવાદ

તહેવાર હોય, ઉત્સવ હોય કે કોઈ ખાસ દિવસની ઉજવણી હોય ; દરેક સેલીબ્રેશનમાં અમદાવાદ આગળ જ હોય છે. તો આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે. આજે તો વિશેષ મ્યુઝિયમ ની મુલાકાત લઈને ઉજવણી થવી જોઈએ. અમદાવાદ માં કેટલા મ્યુઝિયમ આવેલા છે તેની તમામ માહિતી અહી આપવામાં આવી છે. આ મ્યુઝિયમની મુલાકાત લઈને આજના દિવસને ઉજવણી કરો અને અમદાવાદને વધુ ગૌરવવંતુ બનાવો.

અમદાવાદ

અમદાવાદમાં હાલ સૌથી વધુ લોકપ્રિય ગાંધી આશ્રમનાં સાબરમતી આશ્રમ મ્યુઝિયમ છે. જો કે અમદાવાદમાં એવા અનેક મ્યુઝિયમ આવેલા છે જેની અમદાવાદીઓને જ ઓછી જાણ છે. સાબરમતી આશ્રમ મ્યુઝિયમમાં અઢી કલાકની ટેક્સ્ટાઈલના ઈતિહાસની ટૂર કરવા મળે છે અને અન્ય બાબતાઓ પણ જાણવા મળે છે. જ્યારે કઠવાડા સ્થિત ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમની એન્ટ્રી ફી હોવા છતાં પણ ત્યાં સામાન્ય દિવસોમાં પણ ખૂબ વધારે મુલાકાતીઓ જોવા મળે છે. જોકે અન્ય મ્યુઝિયમમાં ખૂબ ઓછા મુલાકાતીઓ જોવા મળે છે. અમદાવાદમાં અંદાજે ૨6 જેટલા મ્યુઝિયમ છે પણ ત્રણ કે ચારને બાદ કરતાં બાકીના મ્યુઝિયમ અમદાવાદીઓમાં જાણીતા નથી. તેનું કારણ આપણી શહેરીજનોની જ મ્યુઝિયમ જોવા પ્રત્યેની ઓછી ઇચ્છા છે. સ્કૂલ અને કોલેજ તરફથી મ્યુઝિયમ વિઝિટ તથા શહેરીજનો પોતાના ત્યાં આવતા મહેમાનો લઈને જાય તો મ્યુઝિયમ વિશે લોકો માહિતગાર થશે. માતાપિતા તેના બાળકોને લઈને આ મ્યુઝિયમમાં જશે તો આવતી પેઢી મ્યુઝિયમનું મહત્વ સમજશે અને ઇતિહાસને જાણી શકશે. જેમ મુલાકાતીઓ વધશે તેમ મ્યુઝિયમની જાળવણી પણ વધતી જશે. અમદાવાદને હેરીટેજ સિટી કહેવામાં આવે છે. મ્યુઝિયમનો હેરીટેજ વારસો હવે કેટલો જાળવવો એ અમદાવાદીઓના હાથમાં છે. માત્ર બે ચાર જગ્યાઓએ જ ફરવા જવું કે મ્યુઝિયમની મુલાકાત પણ લેવી અને ગમ્મત સાથેનું જ્ઞાન મેળવવું એ અમદાવાદીઓના હાથમાં છે.

અમદાવાદ

નોંધનીય છે કે ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ વર્ષ 1977થી દર વર્ષે 18 મેના રોજ વર્લ્ડ મ્યુઝિયમ ડે સેલિબ્રેટ કરે છે. જે અંતર્ગત આ વર્ષે ‘મ્યુઝિયમ ડે’ની થીમ ધ પાવર ઓફ મ્યુઝિયમ રાખવામાં આવી છે. પણ મ્યુઝિયમના મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક સમયે મ્યુઝિયમને સાંસ્કૃતિક વિનિમય, સંસ્કૃતિના સંવર્ધન અને શાંતિના વિકારનું માધ્યમ ગણવામાં આવતું હતું. પણ હાલના સમયમાં અમુક લોકોનો વિવિધ યુનિક અને હિસ્ટોરિકલ કલેક્શનનો શોખ મ્યુઝિયમની પરંપરાને જીવંત રાખી રહ્યો છે. મ્યુઝિયમને સપોર્ટ કરવા માટે ગવર્નમેન્ટ રૂ. 9 કરોડ સુધીની સહાય આપે છે.

અમદાવાદ

અમદાવાદના ઓછા જાણીતા મ્યુઝિયમ

મ્યુઝિયમનું નામ સ્થળ
સિટી મ્યુઝિયમ, પતંગ મ્યુઝિયમ, ફિલ્મ સંગ્રહાલય સંસ્કાર કેન્દ્ર (પાલડી)
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ શાહીબાગ
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કાંકરિયા
વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન સેન્ટર કાંકરિયા
સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન લાલ દરવાજા
વસંત-રજબ બંધુત્વ સ્મારક ગાયકવાડ હવેલી

4.1 2 અમદાવાદીઓ તમે તમારા અમદાવાદના આ મ્યુઝિયમ જોયા છે કે નહીં?

શહેરના લોકપ્રિય મ્યુઝિયમ

મ્યુઝિયમનું નામ સ્થળ
સાબરમતી આશ્રમ મ્યુઝિયમ ગાંધી આશ્રમ
કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સ શાહીબાગ
ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ કઠવાડા
વિચાર મ્યુઝિયમ વિશાલા
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ નવરંગપુરા
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ શાહીબાગ

આ પણ વાંચો : એશિયાનો સૌથી મોટા ગિરનાર રોપ-વેથી પ્રવાસીઓ તેમજ આવકમાં નોંધપાત્ર વધારો