પક્ષ પલટો/ રાજકોટમાં રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં કરી ઘર વાપસી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે હવે રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં લાગી ગઇ છે,

Top Stories Gujarat
7 1 4 રાજકોટમાં રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં કરી ઘર વાપસી
  • રાજકોટ : રાજભા ઝાલાએ કર્યા AAPને રામ રામ
  • આમ આદમી પાર્ટીમાંથી રાજભાએ આપ્યું રાજીનામું
  •  ભાજપમાં વિધિવત કરશે પ્રવેશ
  • 15 વર્ષ સુધી BJP સંગઠનમાં રહી ચુક્યા છે રાજભા
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજભા
  • એક સમયે રૂપાણીની નજીકના ગણાતા હતા રાજભા
  • ભાજપ છોડી રાજભા ઝાલા કોંગ્રેસમાં ગયા હતા
  • છેલ્લા ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટીમાં હતા સક્રિય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે હવે રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં લાગી ગઇ છે, રાજકિય માહોલ ગરમાયો છે,પક્ષ પલટાની સીઝન પુર બહાર ખીલી ઉઠી છે.રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા રાજભા ઝાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં ઘર વાપસી કરી છે. આજે ભાજપમાં વિધિવત રીતે કેસરિયાે ખેસ ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે રાજભા ઝાલા પહેલા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં રહી ચૂક્યા હતા, આ ઉપરાંત તેઓ સ્ટેન્ડિંગ કમિટના ચેરમેન પણ રહી ચૂકયા છે. એક સમયે રૂપાણીની નજીકના ગણાતા રાજભા ભાજપ છોડીને પહેલા કોંગ્રેસમાં ગયા હતા અને કોંગ્રેસમાંથી તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા હવે આમ આદમી પાર્ટીને રામરામ કહીને ફરીથી તેમના મૂળ ઘરમાં પરત ફર્યા છે.