Not Set/ પાકિસ્તાન : પીએમ હાઉસની લક્ઝુરીયસ કાર પછી કરવામાં આવી ભેંસોની નિલામી, મળ્યા ૨૩ લાખ રૂપિયા

લાહોર પૈસા બચાવવા માટે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન નવા-નવા ઉપાયો ગોતી રહ્યા છે. તમને જાણીએ આશ્ચર્ય થશે કે ઇમરાન ખાને પીએમ હાઉસની લક્ઝુરીયસ ગાડીની નિલામી તો કરી જ છે પણ સાથે-સાથે પીએમ હાઉસની ભેંસની નિલામી પણ કરી છે. ગાડીઓની નિલામી બાદ તેને ૮ ભેંસની નિલામી કરી છે. આ ભેંસની નીલામીના લીધે પાકિસ્તાનના ખજાનામાં ૨૩.૦૨ […]

Top Stories World Trending
1212 પાકિસ્તાન : પીએમ હાઉસની લક્ઝુરીયસ કાર પછી કરવામાં આવી ભેંસોની નિલામી, મળ્યા ૨૩ લાખ રૂપિયા

લાહોર

પૈસા બચાવવા માટે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન નવા-નવા ઉપાયો ગોતી રહ્યા છે. તમને જાણીએ આશ્ચર્ય થશે કે ઇમરાન ખાને પીએમ હાઉસની લક્ઝુરીયસ ગાડીની નિલામી તો કરી જ છે પણ સાથે-સાથે પીએમ હાઉસની ભેંસની નિલામી પણ કરી છે. ગાડીઓની નિલામી બાદ તેને ૮ ભેંસની નિલામી કરી છે. આ ભેંસની નીલામીના લીધે પાકિસ્તાનના ખજાનામાં ૨૩.૦૨ લાખ રૂપિયાનો વધારો થયો છે.

આ કિંમત તે લોકોએ ધારી હતી તેના કરતા ઘણી વધારે છે.

આ ભેંસોને પાકિસ્તાનમાં ઝાંગવી સૈયદનના રહેવાસી કલ્બ અલીએ ખરીદી છે. તેમણે એક ભેંસના ૩.૮૫ લાખ રૂપિયા ચૂકવ્યા છે. અલીના કહેવા પ્રમાણે આ ભેંસની કિંમત ૧.૨૦ લાખ રૂપિયા છે પરંતુ મેં તેનાથી વધારે રૂપિયા ચૂકવ્યા છે.

વધારે રૂપિયા આપવા પાછળ અલીએ કહ્યું હતું કે હું પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ પ્રત્યે ઘણું સમ્માન રાખું છુ. આ ભેંસોને હું નવાજ શરીફના પ્રતિક રૂપે મારી સાથે રાખીશ.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની નવી સરકાર ખર્ચો ઓછો કરવા માંગે છે આથી પીએમ હાઉસની આલીશાન લકઝરીયસ ગાડીઓની યાદી બનાવવામાં આવી હતી  અને તેને નિલામી માટે પ્રધાનમંત્રી આવાસમાં રાખવામાં આવી હતી. આ નીલામીથી તેઓ કરોડો રૂપિયા કમાયા છે.

સરકારી ખર્ચા પર નિયંત્રણ રાખવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ૧૮ ઓગસ્ટે પદ સંભાળ્યા પછી પોતાની સેનાના સચિવના ૩ રૂમ ધરાવતા ઘરમાં ૨ નોકરો સાથે રહે છે.

પાકિસ્તાનમાં પીએમ હાઉસમાં ૫૨૪ કર્મચારીનો  સ્ટાફ છે અને ૮૦ લકઝરીયસ વાહનો છે.