યજમાન ભારત રવિવારે એટલે કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 1000મી ODI રમશે. ભારતે અત્યાર સુધીમાં 999 વનડે રમી છે અને 518 જીત નોંધાવી છે. તેને 431 હારનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી નવ મેચ ટાઈમાં ખતમ થઈ હતી, જ્યારે 41 મેચનું પરિણામ આવ્યું ન હતું.
આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર રાજ બાવા બન્યો Player of the Match, બેબી ડી વિલિયર્સ બન્યો Player of the Tournament
પ્રથમ વનડે મેચ ઈંગ્લેન્ડ સામે રમાઈ
ભારતીય ક્રિકેટ ટીમે 1974માં અજીત વાડેકરનાં નેતૃત્વમાં પ્રથમ ODI રમી હતી. આ મેચમાં ભારતને ઈંગ્લેન્ડનાં હાથે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ લીડ્સમાં રમાઈ હતી અને આજે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં પોતાની 1000 ODI મેચ રમવા આવી છે. ટીમ ઈન્ડિયા 1000 ODI મેચ રમનારી પ્રથમ ટીમ બનવા જઈ રહી છે. એમએસ ધોનીએ સૌથી વધુ 200 વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.
ભારતીય ટીમની ODI પ્રવાસનાં કેટલાક આંકડા અને તથ્યો:
– સર્વોચ્ચ સ્કોર – ઈન્દોરમાં 8 ડિસેમ્બર 2011નાં રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 418 રન બનાવ્યા હતા.
– સૌથી ઓછો સ્કોર – 29 ઓક્ટોબર 2000નાં રોજ શારજાહમાં શ્રીલંકા સામે ભારતીય ટીમ 26.3 ઓવરમાં 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
– સૌથી મોટી જીત – 19 માર્ચ, 2007નાં રોજ પોર્ટ ઓફ સ્પેનમાં બર્મુડા સામે 257 રનથી જીત.
સુકાનીઓની યાદી (50 થી વધુ મેચોમાં ટીમનું નેતૃત્વ કરનાર)
– કપિલ દેવ (1982 થી 1987): 74 મેચ (39 જીત, 33 હાર, બે મેચમાં કોઈ પરિણામ નથી)
– મોહમ્મદ અઝહરુદ્દીન (1990 થી 1999): 174 મેચ (90 જીત, 76 હાર, બે ટાઈ અને છ મેચમાં પરિણામ ન આવ્યું)
– સચિન તેંડુલકર (1996-2000): 73 મેચ (23 જીત, 43 હાર, એક ટાઈ, છ મેચમાં પરિણામ ન આવ્યું)
– સૌરવ ગાંગુલી (1999-2005): 146 મેચ (76 જીત, 65 હાર, પાંચ મેચમાં કોઈ પરિણામ ન આવ્યું)
– રાહુલ દ્રવિડ (2000-2007): 79 મેચ (42 જીત, 33 હાર, ચાર મેચનું પરિણામ ન આવ્યું)
– મહેન્દ્ર સિંહ ધોની (2007-2018): 200 મેચ (110 જીત, 74 હાર, પાંચ ટાઈ, 11 કોઈ પરિણામ ન આવ્યું)
– વિરાટ કોહલી (2013-2021) 95 મેચ (65 જીત, 27 હાર, એક ટાઈ, બે મેચમાં પરિણામ ન આવ્યું)
