Rajkot/ આજે ફર્નિચરવાળા ફલેટની લાઈટહાઉસ યોજનાનું વડાપ્રધાન કરશે ઈ-ખાતમુહૂર્ત

રાજકોટ મહાપાલિકાની કેન્દ્ર સરકારના લાઈટ હાઉસ પ્રોજેકટમાં સમાવિષ્ટ થયેલી આવાસ યોજના કે જેમાં ફકત રૂ.3.50 લાખમાં ફર્નિચર સાથેના ટુ બેડ હોલ, કિચનની સુવિધા સાથેના ફલેટ આપવામાં

Top Stories Gujarat
1

રાજકોટ મહાપાલિકાની કેન્દ્ર સરકારના લાઈટ હાઉસ પ્રોજેકટમાં સમાવિષ્ટ થયેલી આવાસ યોજના કે જેમાં ફકત રૂ.3.50 લાખમાં ફર્નિચર સાથેના ટુ બેડ હોલ, કિચનની સુવિધા સાથેના ફલેટ આપવામાં આવનાર છે તે ફર્નિચરવાળા ફલેટની આવાસ યોજનાનું આજે સવારે 9.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહર્ત કરવામાં આવનાર છે. 118 કરોડના ખર્ચે આ આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવનાર છે.

1
ruda

trapped / ઈ-કોમર્સ કંપનીઓ ફસાઈ, વિદેશી રોકાણની તપાસ માટે ઇડી અને આરબીઆ…

આ અંગે મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઉપરાંત મહાપાલિકા અને રૂડાના કુલ રૂ.112 કરોડના વિવિધ પ્રોજેકટના ખાતમુહર્ત અને લોકાપર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે નર્મદા અને શહેરી ગૃહ નિમર્ણિ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહેશે. આજે સવારે 9.30 કલાકે પરશુરામ મંદિર પાસે, રૈયા ગામ પાછળ રૈયારોડ ખાતે આ અંગેનું ડાયસ ફંકશન રાખવામાં આવ્યું છે.

Popularity / કોરોના કાળમાં વધી PM મોદીની લોકપ્રિયતા, વૈશ્વિક નેતાઓમાં સૌથ…

આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહર્ત અને લોકાપર્ણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. તદઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ કામો જેમાં (1) ડા વિસ્તારના માધાપર ગામમાં લાખોના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનું લોકાપર્ણ (2) ટીપી-9, ટીપી-17, અવધ રોડ અને ગોકુલ-મધુરા સોસાયટીના રસ્તાઓ પર 660 લાખના ખર્ચે ડામર કામનું લોકાપર્ણ (3) રિંગરોડ-ટુના ફેઈઝ-ટુના બ્રિજનું લોકાપર્ણ (4) શિવાલય એપાર્ટમેન્ટથી રિંગરોડ પર માતિ સુઝુકી શોમ સુધીના મોરબી બાયપાસને જોડતા 157 લાખના ખર્ચે નિર્મિત ડામરનું લોકાપર્ણ (5) કાલાવડ રોડથી હરિપરપાળ ગામને જોડતા રસ્તાનું લોકપર્ણ (6) ટીપી-10 અને ટીપી-17ના રિઝર્વેશન પ્લોટમાં 1 કરોડના ખર્ચે નિર્મિત કમ્પાઉન્ડ વોલનું લોકાપર્ણ (7) રૂડા વિસ્તારના વિવિધ ગામોમાં નિર્મિત સીસી રોડ ફેઈસ-ટુનું લોકાપર્ણ (8) નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ખાતમુહર્ત (410 લાખના ખર્ચે રસ્તાનું નિમર્ણિ થશે (9) રૂડા ટ્રાન્સપોર્ટનગર અને ગુંદાથી કુચિયાદડ (કુવાડવા-સરધાર રોડ) સુધીના રસ્તાના ડામરનું ખાતમુહર્ત તેમજ (10) આણંદપર બસ સ્ટેન્ડથી અમદાવાદ નેશનલ હાઈ-વેને જોડતા રૂ.312 લાખના ખર્ચે નિમર્ણિ થનારા સીસી રોડનું ખાતમુહર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

LION / ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના આંટાફેરા, બે પશુનું કર્યું …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…