Not Set/ આજે સેન્સેકસની સપાટી 62,000 ને પાર જોવા મળી

આજે મુખ્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ શુક્રવારે અમેરિકી બજારોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો

Business
Untitled 349 આજે સેન્સેકસની સપાટી 62,000 ને પાર જોવા મળી

ભારતીય શેરબજાર આજે સપ્તાહના પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. શરૂઆતના  કારોબારમાં જ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાંજ ૫૦૦ અંકને પાર 61,863.09 ના સ્તર સુધી ઉછળ્યા હતા અને NIFTY તેજીના પગલે 18500 ની ઉપર નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર જોવા મળ્યા હતા. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારો રેકોર્ડ સપાટીએ ખુલ્યા હતા. સેન્સેક્સ 61,817.32 અને નિફ્ટી 18,500.10 પર ખુલ્યો હતો.

ટ્રેડિંગ દરમ્યાનસેન્સેક્સ  અને નિફ્ટી બંને આજે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સે આજે 61863 નો રેકોર્ડ બનાવ્યો છે જ્યારે નિફ્ટી પણ 18500 ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં આઇટી અને મેટલ શેરોમાં મોટી તેજી છે. બેંકના નાણાકીય અને રિયલ્ટી શેરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાર્મા સેક્ટર સિવાય દરેક સેક્ટરમાં ખરીદી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ ઉપર દેખાયો છે અને આજે તાતા સ્ટીલ, ઈન્ફોસીસ, ટાઈટન, ઇન્ડસઇન્ડ બેંક, ભરતી એરટેલ, એસ.બી.આઈ. આઇસિઆઇસિઆઇ, બજાજ ફીન્સ નેસ્ટલેન્ડ અને મારુતિના શેરોમાં ઉછાળો છે.

સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજે મુખ્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ શુક્રવારે અમેરિકી બજારોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં 382 પોઈન્ટની મજબૂતાઈ હતી અને તે 35,295 પર બંધ થયો હતો. નાસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ પણ સારી સ્થિતિમાં બંધ થયા છે. અમેરિકામાં બેંક શેરોમાં તેજીએ પણ બજારને ટેકો આપ્યો હતો એશિયામાં આજે એસજીએક્સ નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ અને કોસ્પી નબળા છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો તમામ FTSE, CAC અને DAX ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે.